કેમ ભલાઈ કરનાર જોડે હંમેશા ખરાબ થતું હોય છે ? વાંચો આ લેખ !!!!

0
626

કેટલીકવાર જીવનમાં એવો સમય આવતો હોય છે કે આપણે એક વાત નથી સમજી શકતા કે આપણે વધારે સારા છીએ એ ખરાબ છે કે આપણું વધારે પડતું ખરાબ હોવું એ સારું છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે ગમે તેટલું સારું કરીએ તો પણ એની સામે આપણને ખરાબ વ્યવહાર જ પ્રાપ્ત થાય છે. કેટલીક વાર આપણે ભલે ને કંઈક સારું કરવા જતા હોય પરંતુ તે કામમાં પણ ઘણી અડચણ થતી હોય છે અને બધા એ કામમાં પણ ભૂલો જ શોધતા હોય છે.

કેટલીક વાર એ ખબર નથી પડતી કે જિંદગી કઈ રીતે પસાર કરવી જોઈએ ,કેમ કે આ જમાનો છે એ પ્રમાણે સારુ બનીને પણ જોઈ લીધું. કેટલીક વાર એવું બનતું હોય છે કે શું કરવું જોઈએ અને કયા રસ્તે જવું જોઈએ એ જ નથી ખબર પડતી.

એક વાર નદીકિનારે રહેલા એક ગુરુજી તેના શિષ્યને પૂછે છે કે તમે ગુરુજી આટલી સારી શિક્ષા અમને આપો છો પરંતુ અત્યારની જે દુનિયા છે એમાં કેવી રીતે જીવવું જોઈએ કેમ કે જો આપણે વધુ સારા બનીને બધા સાથે રહીએ છે તો પણ ઘણા લોકો આપણો ફાયદો ઉઠાવતા હોય છે. આજકાલ લોકો એવા છે કે જે સારું કામ કરે છે એની પણ નિંદા કરતા હોય છે.

તો શિષ્યો પૂછે છે કે આજના સમાજમાં કઈ રીતે જીવવું જોઈએ ? તો ગુરુજીએ પૂછે છે કે હું તને બોલીને આ વાત સમજાવું કે પ્રેક્ટિકલ કરીને સમજાવું? શિષ્ય કહે છે કે તમે હંમેશા અમને બધી વાતો બોલીને તો સમજાવતા જ હોવ છો તો આજે કરીને સમજાવો.

ગુરુજીની પાસે એક સમાન 3 લાકડી હતી. તે શિષ્યને કહે છે કે તમે આ લાકડી ઉપર લોટ ચોંટાડો અને પછી એ લાકડીને નદીમાં નાખો અને પછી માછલી પકડવાની કોશિષ કરો. તે શિષ્યે નદીમાં લાકડી નાખી અને એમાં તરત જ એક માછલી ફસાઈ ગઈ ,પછી ગુરુજીએ કહ્યું કે તું બળથી માછલીને બહાર કાઢ. શિષ્ય પોતાની પૂરી તાકાત લગાવે છે અને તેણે વધુ પડતી તાકાત લગાવી એટલે લાકડી જ તૂટી જાય છે.

તો ગુરુજીએ એને બીજી લાકડી આપી અને ત્યારે એવું કહ્યું કે હવે આ વખતે થોડું ઓછું બળ વાપરજે. શિષ્ય ગુરુજીનું માને છે અને તેણે નદીમાં લાકડી નાખી અને માછલી લાકડીમાં ફસાઈ જાય છે પણ શિષ્યએ જરાય બળ કર્યું જ નહિ તો તે માછલીએ લાકડી જ નદીમાં ખેંચી લીધી, ત્યારબાદ ગુરુજી કહે છે કે હવે હું તને ત્રીજી લાકડી આપુ છું ,હવે તારે વધારે તાકાત પણ લગાવવાની કે ઓછી તાકાત પણ નથી લગાવવાની , માછલી જેટલી તાકાત કરે છે એટલી જ તાકાત તારે કરવાની છે અને આ વખતે શિષ્યએ એ જ પ્રમાણે કર્યું માછલી જેટલી તાકાત લગાવતી હતી એટલી જ તાકાત શિષ્યએ કરી અને એનાથી માછલી શિષ્યના હાથમાં આવી ગઈ. ગુરુજી શિષ્યને પૂછે છે કે તને કંઇ ખબર પડી?

શિષ્યએ ગુરુદેવને કીધું કે મને તો આમાં કઈ ખબર પડી નહિ. તો ગુરુજીએ જવાબ આપ્યો કે આ દુનિયા પણ એન જેવી જ છે જો તું જરાય શક્તિનો ઉપયોગ નહિ કરે તો દુનિયા તને સાવ કમજોર અને કાયર સમજશે અને જો તું વધુ શક્તિ લગાવીશ તો દુનિયા તારા વિશે ખરાબ વાતો કરશે કે તુ જરાય સારો માણસ છે જ નહિ. પરંતુ જો તું તારી રક્ષા માટે અને સમાજમાં સારા કાર્યો કરવા માટે જે લોકો તારો વિરોધ કરે છે તો એવા માણસો પર જયારે તું વધુ શક્તિ લગાવીશ તો જ તું તારા કાર્યને પુરા કરી શકીશ. જો તું એમનેમ જ ચૂપ થઈને બેઠો રહીશ તો તું એકેય કાર્ય પુરા નહીં કરી શકે.

કેટલાક માણસો એવું કહેતા હોય છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ કરવો એટલે શું ? આ જ આપણી ભૂલ છે કે આપણે એકેય વાત જ નથી સમજી શકતા અને માટે જ આપણને જે જોઈતું હોય એ મળતું નથી. આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ કરીયે કે આપણે જે કોઈ પણ કાર્ય કરીએ તો એના માટે પરમાત્મા પર વિશ્વાસ રાખવો જોઈએ કે મને આમાં ચોક્કસથી સફળતા મળશે અને પરમાત્માની કૃપા મારી ઉપર ચોક્કસથી રહેશે કારણકે હું જે કાર્ય કરું છું એ ખુબ જ ભલાઈનું કામ છું. ભલાઈનું કામ કરવું એ તો દૈવીય અને ભગવદીય કાર્ય હોય છે અને માટે જ એવા કાર્યોમાં ભગવાન જરૂરથી પોતાની કૃપા રાખતા હોય છે.

માટે જ જયારે પણ કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે મનમાં ચોક્કસથી વિશ્વાસ રાખવો કે આ કાર્ય કરવામાં ભલે કોઈ પણ મુશ્કેલી આવે તો પણ આ કાર્યમાં મને પરમાત્મા ચોક્કસથી સફળતા અપાવશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?