ફાટેલા દૂધનો ઉપયોગ માત્ર પનીર બનાવવા જ નહિ બીજી રીતે પણ છે ફાયદાકારક !!!

0
189

સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે કે ફાટેલુ દૂધ ખરાબ કહેવાય , અથવા તો તેના ઉપયોગથી ફક્ત  પનીર જ બનાવી શકાય છે. પણ શું તમને ખબર છે કે ફાટેલુ દૂધ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. નોર્મલ દૂધથી જેટલા ફાયદા થાય છે, એટલા જ ફાયદા ફાટેલા દૂધથી પણ મેળવી શકાય છે. પછી ભલે એ દૂધ કાચુ હોય કે ઉકાળેલુ હોય, દૂધમાં પ્રોટીનની માત્રા ઘણી જ વધારે હોય છે, પણ દૂધ ફાટી જાય એટલે એમાં ખટાશ આવી જાય છે માટે એનો ટેસ્ટ ગમતો નથી અને દૂધ ફાટી જવું એ એકદમ સામાન્ય બાબત છે. પણ એના માટે તમે ફાટેલા દૂધનો ઉપયોગ કરીને જે ફાયદા મળે છે તે અમે તમને જણાવી દઈએ.

ફાટેલા દૂધથી પ્રતિરક્ષક તંત્ર થાય છે સ્ટ્રોંગ

ફાટેલા દૂધનું જે પાણી હોય છે એમાં પ્રોટીનની માત્રા ઘણી જ વધારે હોય છે. આ પાણીથી તમને ઘણો જ ફાયદો થાય છે. આ પાણીથી માંસપેશીઓની તાકાત વધે છે. તેનાથી આપણું ઈમ્યુન પાવર વિકસે છે. ફાટેલા દૂધના આ પાણીથી રોગો સામે લડવાની ક્ષમતા મળે છે અને શરીરનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. આ પાણીથી આપણા શરીરમાં કોઈ જ ખરાબ અસર થતી નથી.

કોલેસ્ટ્રોલ કરે કન્ટ્રોલ

કેટલાક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે , જો નિયમિત રીતે ફાટેલા દૂધનું સેવન કરવામાં આવે તો એનાથી આપણું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે, અને હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની શક્યતાપણ ઘટે છે.

લોટને રાખે સોફ્ટ

આ પાણીના ઉપયોગથી રોટલીનો લોટ ગૂંથવામાં પણ મદદ મળે છે. અને પછી જો એ લોટમાંથી રોટલી બનાવો એ ઘણી જ નરમ અને મુલાયમ બને છે અને રોટલીના સ્વાદમાં પણ વધારો થાય છે.  સાથે જ એ રોટલીમાંથી તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. બીજી એક વાત કે તમે પાણીની મદદથી તમે થેપલા કે લોટ શકો છો અને બીજા પણ ઘણા વ્યંજન બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. દૂધથી રક્તસંચારને સારુ રહે છે. અને આપણી સ્કિનની કોશિકાઓ પણ સ્વસ્થ રહે છે.

ચહેરા માટે લાભદાયી

આ ફાટેલા દૂધમાં બેસન, હળદર અને ચંદનને ઉમેરીને તમારા ફેસ લગાવી શકાય છે. આ ઉપાયથી ચહેરો એકદમ ચમકદાર બને છે અને આપણી ત્વચા પણ કોમળ રહે છે.

ઈંડામાં ઉમેરીને કરી શકાય સેવન

જો તમે ઈચ્છો તો ફાટેલા દૂધના ઘટ્ટ પદાર્થને ઈંડામાં ઉમેરીને પણ ખાઈ શકો છો. અને આમ ખાવાથી ઈંડુ ઘણું જ ટેસ્ટી પણ લાગે છે. તમે ઉકાળેલા ઈંડાને તેમાં ઉમેરીને ખાઓ છો તે ઘણું જ ટેસ્ટી પણ લાગે છે. તેના સેવનથી આપણા શરીરને પ્રોટીન અને કેલ્શિયમ બંને સારી માત્રામાં મળે છે .

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?