જો તમને સોપારી ખાવાની ટેવ છે , તો જાણી લો આ કેટલું સાબિત થઇ શકે છે જીવલેણ

0
22

આપણે જાણીયે જ છે કે હિંદુસ્તાનમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સોપારીનો ઉપયોગ તો થાય જ છે અને ભગવાન તરીકે પણ પૂજામાં સોપારીનો ઉપયોગ થાય છે. પણ જો તેને ખાવા વિશેની વાત કરીએ તો તેનાથી ઘણા નુકસાન થતા હોય છે. કેટલાક લોકો સોપારીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરતા હોય છે. જો તેનો રોજ ઉપયોગ કરવામાં આવે તો ઘણા ગંભીર રોગો પણ થઇ શકે છે અને છેલ્લે તે રોગો જીવલેણ સાબિત થાય એવું બને છે તો ચાલો જાણી લઈએ કે સોપારી ખાવાથી કઈ કઈ બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશે છે …

કેટલાક અભ્યાસ પરથી એક માહિતી મળી છે કે જો કોઈ સોપારી નિયમિત રીતે ખાય છે તો તેને હૃદય સંબંધિત કેટલીક બીમારીઓની શકયતા વધી જાય છે અને તેનાથી વજન પણ વધી શકે છે.

તો બીજા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે સોપારીનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા 10 ગણી વધે છે. સોપારીમાં એવા તત્વ મુખ્ય રૂપે હોય છે કે જેનાથી કેન્સર ફેલાવવાની શક્યતા વધે છે ખાસ તો સોપારીથી મોંનું કેન્સર થવાનો ખતરો સૌથી વધારે હોય છે.

જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે સોપારી ખાવાથી જડબા ઢીલા થઇ જાય છે અને દાંતના ઇનેમલ ઉપર પણ અસર થાય છે અને જો ધીમે ધીમે આ ટેવ ભુલાવામાં ના આવે તો દાંત કાયમ માટે લાલ અને કાળા પડી જાય છે.

સોપારીમાં કેટલા બધા ઝેરી તત્વો હોય છે અને જે શરીરમાં અંદર જાય છે અને કેટલાક તત્વો જોડે ક્રિયા કરે છે અને એનાથી ગેસ અને રાસાયણિક પદાર્થોનું સ્ત્રાવણ થાય છે અને તે આપણા સ્વાસ્થ્યને ઘણું જ નુકસાન કરે છે.

જો કોઈ વ્યકતિઓને સતત સોપારી ચાવ્યા રાખવાની ટેવ છે તો તેમને હાઇ બ્લડ પ્રેશર, ચિંતા , એકાગ્રતા, સંવેદનશીલતા, ઉંઘની ઉણપ વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?