ચીનમાં પણ ‘બાહુબલી 2’નો જાદૂ, પહેલા જ દિવસે કરી અધધ કમાણી

0
407

‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ પડદા પર આવી તેને એક વર્ષ થયું છે. જોકે, આ ફિલ્મનો જાદૂ હજુ ઓછો થવાનું નામ લેતો નથી. આ ફિલ્મ હવે પોતાનો કમાલ બતાવવા માટે ચીનમાં ઉતરી છે. અહિ પહેલા જ દિવસે ફિલ્મે સારી એવી કમાણી કરી છે. ‘બાહુબલી 2’ ચીનમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે અને કમાણીના મામલે અન્ય બોલિવૂડની ફિલ્મ કરતાં આગળ નીકળી છે.

પહેલા દિવસે કરી આટલી કમાણી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાનુસાર આ ફિલ્મે પહેલા જ દિવસે કુલ 2.43 મિલિયન એટલે કે આશરે 16.24 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા જ દિવસે કમાણીના મામલે આ ફિલ્મે 2018માં ચીનમાં રિલીઝ થયેલી બે બોલિવૂડ ફિલ્મ્સને પાછળ રાખી છે. જોકે, ‘બાહુબલી 2’ આમિર ખાનની ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ઈરફાન ખાનની ‘હિંદી મીડિયમ’ કરતાં આગળ નીકળી શકી નથી.

‘બજરંગી ભાઈજાન’ રહી પાછળ

પ્રભાસની ફિલ્મે સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ને ચીનમાં પહેલા દિવસે જ કમાણીની બાબતે પાછળ રાખી છે. ‘બજરંગી ભાઈજાન’એ પહેલા દિવસે ચીનમાં 2.24 મિલિયનનો બિઝનેસ કર્યો હતો.

‘દંગલ’થી પણ આગળ

‘દંગલ’એ ચીનમાં પહેલા દિવસે 2.08 મિલિયનની કમાણી કરી હતી. ચીનમાં આમિર ખાનની ‘દંગલ’ 7000 સ્ક્રિન્સમાં રિલીઝ થઈ છે. પ્રભાસની ‘બાહુબલી’ને 7000 કરતાં પણ વધારે સ્ક્રિન્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ મામલે પણ પ્રભાસની ફિલ્મે આમિરની ‘દંગલ’ને પાછળ રાખી છે.

‘બાહુબલી’ કરતાં પણ રહી આગળ

‘બાહુબલી ધ બિગનિંગ’ ચીનની બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. આ ફિલ્મ ચીની બોક્સ ઓફિસ પર માત્ર 8 કરોડ રૂપિયાની કમાણી જ કરી શકી હતી. ‘બાહુબલી 2’ દુનિયાભરમાંથી 1700 રૂપિયાની કમાણી કરી ચૂકી છે. હવે આ ફિલ્મ ચીનની બોક્સઓફિસ પર પણ ઝડપથી આગળ વધી રહી છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સ્રોત : આઈએમગુજરાત