બંને બાળ સાધુ પાસે કોમ્પ્યુટર ટૂંકું પડે – ગમે તે સવાલ પૂછો સીધો જ જવાબ એ પણ બધાની સામે જ..

0
24

કુદરતે માનવશરીરની કેટલી અદ્દભુત રચના કરી છે. દિમાગમાં શક્ય તેટલું યાદ રાખો પણ ક્યારેય મેમેરી ફૂલ થતી જ નથી. સાથે શરીરને તમામ પરિસ્થિતિ મુજબનું બનાવી શકાય છે.એવું આબેહુબ ઉદાહરણ સુરતના ટવીન્સનું જોવા મળશે.સુરતના આ ટ્‍વિન્‍સની યાદ રાખવાની ક્ષમતા એટલી જબરદસ્ત છે કે તમે ગમે તે પ્રશ્ન કરો તેની પાસે જવાબ જરૂરથી મળી જ જાય. આ ટ્‍વિન્‍સની એ વાત પણ ખાસ છે કે બન્નેએ નાની ઉંમરમાં સંસારનો ત્યાગ કરીને જૈન ધર્મની દિક્ષા ગ્રહણ કરી લીધી છે.

આ ટ્‍વિન્‍સની ઉંમર માત્ર ૧૦ વર્ષની છે છતાં તેની પાસે જ્ઞાનનો ભંડાર છે. આટલી નાની ઉંમરમાં જૈન ધર્મને લગતા ૫૦૦૦ જેટલા શ્લોક,શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, બાઇબલ, કુરાન અને ગુરૂ ગ્રંથ સાહેબનો પણ ઘણો ખરો ભાગ યાદ છે.આટલો ઉંચો મગજનો પાવર એ પણ માત્ર દસ વર્ષની ઉમરમાં!! આ ટ્‍વિન્‍સના મેમરી પાવરને નિહાળવા ઘણા લોકો ભેગા થશે. દેશ-વિદેશમાંથી માણસોના ટોળા ટ્‍વિન્‍સની યાદ રાખવાની શક્તિને જોવા ઉમટી પડશે.

તમને જણાવી દઈએ કે બંને બાળ સાધુઓ બે ડિસેમ્‍બરના રોજ બેંગાલુરૂ ખાતે યોજાનાર બાળ કાર્યક્રમમાં એક-બે નહીં પણ ૧૦ ભાષામાં ઉપદેશ આપી દુનિયાને ચોંકાવી દેવા માટે તૈયાર છે.બંને સાધુઓ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, મારવાડી, અંગ્રેજી, પંજાબી, કન્નડ, ઉર્દુ અને પ્રાકૃત ભાષામાં પ્રવચન આપશે. બંને ટ્‍વિન્‍સ બાળકો ગણિતના સિદ્ધાંતોની સાથે સાથે જુદા જુદા દેશો, તેની રાજધાની, તેમની ભાષા અંગેના સવાલોના જવાબ પણ આપશે. બંનેના ઓરીજીનલ નામ તો ધ્રુવ અને ધૈર્ય છે પણ સંસારનો ત્યાગ કર્યા પછી તેને સાધુ જ કહે છે.

બંને એકસરખા ટ્‍વિન્‍સનો કાર્યક્રમ શ્રી નકોડા પાર્શ્વનાથ શ્વેતાંબર મંદિર ટ્રસ્‍ટ દ્વારા બેંગાલુરૂના પેલેસ ગાર્ડન ખાતે ઓપન હોલમાં યોજવામાં આવનાર છે. જેમાં લગભગ ૬૦૦૦ જેટલા લોકો ભાગ લેશે. જે પૈકી કોઇપણ વ્‍યક્‍તિ આ બાળ સાધુઓને જૈન ધાર્મિક સાહિત્‍યથી લઈને ભગવદ્‌ ગીતા, બાઇબલ, કુરાન તેમજ શ્રી ગુરૂ ગ્રંથ સાહેબ વિશેનો કોઇપણ સવાલ પૂછી શકશે. પુછેલા કોઇપણ પ્રશ્નમાંથી જૈન ધર્મના ટવીન્સ બધાની સામે માઈકમાં જવાબ આપશે.

કુદરતના હજારો હાથ તેની ઉપર છે અને ઈશ્વરીય શક્તિ તેની સાથ છે.બંને બાળ સાધુ બચપણથી જ હોશિયાર છે અને યાદશક્તિનું લેવલ બહુ ઊંચું છે. બંને બાળ સાધુએ ધો. ૧ સુધીનો અભ્‍યાસ કર્યો છે. જે બાદ તેને પોતાના દીક્ષા ગુરૂ મહા શતાવધાની અભિનંદનચંદ્રસાગરજી મહારાજ પાસે ૨ વર્ષ સુધી અભ્‍યાસ કર્યો હતો. બંને બાળ સાધુઓ માત્ર ૨.૫ કલાકમાં ૩૫૦ જેટલા નવા શ્‍લોક વાંચીને કંઠસ્‍થ કરી શકે છે.

બધા માણસો માટે આ બાળ સાધુ ખરેખર નવું જ નજરાણું કહેવાય જેના પરથી સાબિત થાય છે કે ઈશ્વરે અદ્દભુત માનવ શરીરની રચના ઘડી છે જેનો સદ્દઉપયોગ કરવાથી દુનિયાને ચરણોમાં ઝુકાવી શકાય છે. આજની યુવા પેઢી માટે પણ આ કાર્યક્રમો ખાસ જોવા જેવો હશે. ખાસ તો ૧૦ વર્ષની ઉંમરમાં આટલી જબરદસ્ત યાદશક્તિ નિહાળવા જેવી છે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?