એક ગુજરાતી જે એક સમયે વેંચતા હતા સાબુ અને એક સાથે કર્યું 57000 કરોડનું દાન

0
196

નેશનલ ડેસ્ક: દેશની ત્રીજી સૌથી મોટી ગણાતી એવી આઈટી કંપની વિપ્રો(wipro)ના ચેરમેન અઝીમ પ્રેમજીએ 52,750 કરોડ રૂપિયાના શેર અજીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા છે. એટલે એનો મતલબ થાય છે કે, આ શેર્સ મારફતે જે પણ લાભ થશે એનો ઉપયોગ આ ફાઉન્ડેશનમાં કરવામાં આવશે. બ્લૂમબર્ગ મુજબ અઝીમ પ્રેમજી ની સંપત્તિ છે 18.6 અબજ ડોલરની અને તેઓ ભારતના ધનાઢ્યોમાં બીજા નંબરે આવે છે. એક સમય એવો હતો કે જયારે તેઓ સાબુ વેચતા હતા અને અત્યારે અઝીમ પ્રેમજી કરોડો રૂપિયાના માલિક છે છતાં પણ તેમને ડાઉન ટુ અર્થ રહેવાનું ગમે છે.

જાણો તેમણે અત્યાર સુધી કેટલું દાન કર્યું છે ?

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા બુધવારના રોજ એક નિવેદન અપાયું છે કે, આ દાન પછી અઝીમ પ્રેમજીએ જે પરોપકાર અને ધર્માર્થ ગતિવિધિઓ માટે દાન કર્યું છે એની કુલ રકમ 1.45 લાખ કરોડ રૂપિયા સુધીની થઇ ગઈ છે. આ રીતે અઝીમ પ્રેમજી વિપ્રોના કુલ 67 ટકા શેર તેઓએ દાન કર્યા છે.

ઇન્ડિયન હિસ્ટરીમાં અઝીમ પ્રેમજીની બન્યા સૌથી મોટા દાનવીર

નિવેદન કુંજબ આ શેરમાંથી જે પણ લાભ મળશે એનો ઉપયોગ ફાઉન્ડેશનના માધ્યમે અને તેના જ ખાસ હેતુ માટે ખર્ચ કરવામાં આવશે. તેમણે કરેલા આ ડોનેશનથી તેઓ ભારતીય ઈતિહાસના સૌથી મોટા દાનવીર પણ કહેવાયા છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણું જ સારું કામ કરે છે. આ ફાઉન્ડેશન કેટલાક ખાસ ક્ષેત્રોમાં જે એનજીઓ કામ કરે છે તેમને પણ ઘણી રીતે સપોર્ટ કરે છે.

આ ફાઉન્ડેશન શિક્ષણને મજબૂત બનાવવા માટે છે પણ છે કાર્યરત

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન જણાવે છે કે, અમારું ફાઉન્ડેશન સ્કૂલ શિક્ષણ પ્રણાલીમાં સુધારો આવે એના માટે પણ જિલ્લા અને રાજ્ય સ્તરે સંસ્થાઓનું નેટવર્ક મજબૂત થાય એના માટે કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશને બેંગ્લોરમાં પણ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના કરેલી છે, એનો હેતુ છે શિક્ષણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રો માટે માણસો તૈયાર કરાય એવો. ફાઉન્ડેશન કહે છે કે, ‘તેનાથી શિક્ષણથી પરોપકાર ક્ષેત્રોમાં વિસ્તાર કરવામાં મદદ મળશે.’

અઝીમ પ્રેમજીનું જીવન છે સાદગીભર્યું

અઝીમ પ્રેમજીને કાર, કપડા, ઘડિયાળ જેવી બધી જ વસ્તુઓ કે જે ભારતમાં જ બનાવેલી હોય એ જ પસંદ કરે છે અને તેઓ જયારે વિમાનમાં પણ મુસાફરી કરે તો પણ ઈકોનોમી ક્લાસની ટિકિટની ખરીદી કરે છે. તેઓ કરોડોના માલિક છે છતાં પણ તેઓ ફોર્ડની એસકોર્ટ કાર ચલાવતા હતા, તેમણે આ કાર નવ વર્ષ વાપરી અને પછી અઝીમ પ્રેમજીએ ટોયોટાની કોરોલા કાર ખરીદી હતી. તેઓ ઓફિસે જવા માટે ટોયોટા કાર વાપરતા હતા પણ તે જૂની થઇ એટલે તેમના જ એક કર્મચારી પાસેથી જૂની મર્સિડીઝ ઈ-ક્લાસની ખરીદી કરી હતી. તેઓ જયારે બીજા શહેરોમાં પ્રવાસ કરે ત્યારે ફાઈવસ્ટાર હોટેલમાં રહેવાની જગ્યાએ કંપનીના જ ગેસ્ટહાઉસને પહેલા પસંદગી આપતા હોય છે. ફક્ત એ જ નહિ પણ તેઓ બસ, રીક્ષા જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો પણ સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?