Tiktok અને Shareit નો વપરાશ કરે છે એ બધા પાગલ આશિકને આ જાણવા જેવી વાત – તમે વિદેશને સપોર્ટ કરો છો – મુર્ખ ન બનો..

0
239

હાલના સમયમાં લોકોની મનગમતી એપ્લિકેશન બનેલી એવી Tiktok અને Shareit પર તમે છો તો ચેતી જજો. ચાલો, તમને માહિતી જણાવી દઈએ વિગતવારની…

આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઘણા લોકો એવા છે જે મોટે ભાગે Tiktok અને Shareit નો ઉપયોગ કરતા હોય છે. એપ્લિકેશનના નામમાં UC Browser પણ સામેલ છે. આવી એપ્લિકેશન જ્યારે તમારા સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરો એટલે અમુક પ્રકારના એક્સેસ માંગે છે જે યુઝર માટે મોટો ખતરો છે.

આ એપ્લિકેશનમાં એક્સેસ માટેની પરવાનગી આપવી મતલબ કે તમારા ડેટાની જાણકારી બીજાને આપવી. જરૂર કરતા વધારે ઇન્ફર્મેશન માટેના એક્સેસ આ એપ્લિકેશન માંગે છે, જે ખરેખર યુઝરને સકંજામાં લેવા જેવી બાબત છે. ખાસ કરીને ગર્લ્સની અમુક વિડીયો બહુ વાયરલ થઈ જાય છે તેનું કારણ આ એક જ છે. તો તમે પણ આવી એપ્લિકેશનના યુઝથી ચેતી જજો.

Related image

તમને વધુ જણાવીએ તો અમે આ વાત કોઈ આધાર વગરની નથી કરી રહ્યા, પણ Arrka Consulting કે જે ઇન્ફર્મેશન સિક્યુરિટી ફર્મ છે. તેને આ મામલે એવું પણ જણાવ્યું હતું કે, “અમારા રિસર્ચ મુજબ ચીનની બનાવેલી અમુક એપ્લિકેશન યુઝરની જરૂર કરતા વધુ જાણકારી માંગી રહી છે. જેને પરિણામે હંમેશા ડેટા લીક થવાનો ડર સતાવતો રહે છે.”

વિદેશી એજન્સીઓને ડેટા આપવામાં આવે છે

એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીની એપ્લિકેશન યુઝરની વધુ વિગતો માંગીને પછી તેને વિદેશી એજન્સીઓને વહેંચે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ તેમાં Helo, Shareit, Tiktok, UC Browser, Vigo Video, Beauty Plus, Club Factory, Everything News, UC News અને Vmate સામેલ છે. આ બધી એપ્લિકેશન માઇક્રોફોન અને કેમેરાના એક્સેસ માંગે છે જે બહુ ખતરનાક સાબિત થાય છે.

ઇન્ફર્મેશન સિક્યોરિટી ફર્મ Arrka Consulting ના કો-ફાઉન્ડર સંદીપ રાવ ના મત મુજબ લગભગ દુનિયાભરની ટોપ ૫૦ અને ચીનની ૧૦ ડિજિટલ એપ્લિકેશન યુઝરની જરૂર કરતાં ૪૫ ટકા વધુ જાણકારીઓ માંગે છે. પછી આ તમામ જાણકારીઓને એકઠી કરી ૭ વિદેશી એજન્સીઓને વહેંચવામાં આવે છે. તેમાં ૭૦ ટકા અમેરિકાને આપવામાં આવે છે. બાકી Tiktokના ડેટા ચીની ટેલિકોમ કંપનીઓને મોકલવામાં આવે છે.

Related image

એથી વધારે Vigo Video, Beauty Plus અને Tencert co  ના ડેટા Meity નામની કંપનીને વહેંચવામાં આવે છે. એવી રીતે UC Browser તેના ડેટા તેની મધર કંપની ‘અલીબાબા’ને વહેંચે છે. તો તમને લાગતું હશે કે, અમે તો મફતમાં એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. તો આ હતું સત્ય તમારા વપરાશના કારણે બીજી કંપનીઓ લાખો કરોડો રૂપિયાની આવક કરે છે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?