“માં” ના ગર્ભમાં બચ્ચાની આવી સ્થિતિ હોય છે જુઓ તસવીર સાથે – ઘણા ઉદારહણ

0
270

માતાના પેટમાં જેવો ગર્ભ વિકસિત થાય કે પેટમાં ઉભાર દેખાવા લાગે છે. પણ આપણે અંદરની સ્થિતિ જોઈ શકતા નથી. તો આજના આર્ટીકલમાં એ જાણવા મળશે કે માતાના ગર્ભમાં એનિમલ બેબી કેવા દેખાય છે. અહીં આપણે ખાસ વાત કરવાના છીએ કે જાનવરોના બચ્ચા તેની માં ના પેટમાં કઈ સ્થિતિમાં દેખાતા હોય છે.

આ આર્ટીકલમાં તસવીર સાથે દેખાડ્યું છે અને નવી જાણકારી પણ આપી છે જેમાં તમને સંપૂર્ણ એવી માહિતી મળી જશે. જો તમે પણ આ માહિતી જાણવાના શોખીન હોય તો વધુ વાંચો આગળ…,

હાથી :

હાથીઓમાં ગર્ભ સમય ૧૮ થી ૨૨ મહિનાનો હોય છે. જે બધા સ્તનધારી પ્રાણીઓની સરખામણીમાં સૌથી વધુ છે. તો તેના ગર્ભમાં આવી સ્થિતિ બચ્ચાની જોવા મળે છે. જુઓ તસવીરમાં…

ચિતો :

ચિતામાં પૂર્ણ ગર્ભ થવાનો સમય ૯૦ થી ૯૮ દિવસ જેવો હોય છે. ત્યાં સુધીમાં ગર્ભમાં બચ્ચાનો વિકાસ સારો એવો થઇ ગયો હોય છે. જન્મ સમયે બચ્ચનો વજન ૨૫૦ ગ્રામ જેટલો હોય છે.

સાંપ :

સામાન્ય રીતે સાંપ ઈંડા આપે છે પણ સાંપની અમુક પ્રજાતિ એવી છે જે બચ્ચાને પેટમાંથી જન્મ આપે છે. તો જુઓ તસવીર એટલે જાણી શકાય કે કેવી હોય છે ગર્ભની અંદરની પરિસ્થિતિ.

રીંછ :

રીંછ રૂવાંટીવાળું જાનવર છે. પણ જન્મ સમયે બચ્ચામાં એટલી ઘટ્ટ રૂવાંટી નથી હોતી. ધ્રુવ પ્રદેશના રીંછના ગર્ભમાં બે બચ્ચાઓ પેટમાં છે જે તસવીરમાં બતાવ્યું છે. રીંછ પ્રજાતિમાં ગર્ભ સમય ૧૯૫ – ૨૬૫ દિવસ જેટલો હોય છે. જંગલી રીંછમાં આ અવધી ૧૮૦ – ૨૭૦ દિવસ જેટલો હોય છે.

ચામાચિડિયું :

ચામાચીડિયા ભલે ઉડતા હોય પણ માણસની જેમ આ પણ સ્તનધારી પ્રાણી છે. એટલે કે બચ્ચાને જન્મ આપે છે અને દૂધ પણ પીવડાવે છે. એટલે કે ચામાચીડિયાની વિવિધ જાતો છે પરંતુ સામાન્ય રીતે તેનો ગર્ભકાળનો સમય ૪૦ દિવસથી ૬ મહિના સુધીનો હોય છે.

ટાઇગર શાર્ક :

માદા ટાઇગર શાર્ક ૧૪ થી ૧૬ મહિનામાં ગર્ભધારણ કરે છે. એ પછી એ એકસાથે ૧૦ થી ૮૦ જેટલા બચ્ચાને જન્મ આપે છે. જુઓ તસવીરમાં ગર્ભની અંદર શું હોય એ બતાવ્યું છે.

ઘોડો :

તસવીરમાં ઘોડીના પેટની ગર્ભ તસવીર બતાવી છે. જુઓ કેટલી માસૂમ સ્થિતિ છે. ઘોડીમાં ગર્ભધારણનો સમય ૧૧-૧૨ મહિના જેવો હોય છે.

કુતરો :

કૂતરાની એક પ્રજાતિ છે જેને ચીહુઆહુઆ તરીકે ઓળખાય છે. કૂતરાની આ જાતિમાં માદા માત્ર ૫૮-૬૩ દિવસ સુધી જ ગર્ભને અંદર રાખે છે.

ડોલ્ફિન :

ડોલ્ફિનની વાત કરીએ તો તેની ઘણી પ્રજાતિ જોવા મળે છે. જેમાં ગર્ભકાળનો સમય ૧૦ મહિનાથી દોઢ વર્ષ સુધીનો પણ હોય છે. જુઓ તસવીર આવી હોય છે ગર્ભ અંદરની સ્થિતિ.

બિલાડી :

બિલાડીનો ગર્ભ આમ પહેલી દ્રષ્ટિએ જોઈ તો ભૂંડના ગર્ભ જેવો લાગે છે. પણ અંદરની સ્થિતિ જ માત્ર સમાન છે. માદા બિલાડી ૬૪-૬૭ દિવસ સુધી બચ્ચાને ગર્ભમાં રાખે છે.

તમે તસવીર તો જોઈ હશે કે જાનવરની “માં” તેના પેટમાં કેવી રીતે બચ્ચાને સાચવે છે. એ સાથે તમને નવી માહિતી મળી હશે જે ખરેખર જાણવા લાયક હતી.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?