ખુલી ગયું રહસ્ય, માત્ર ઇસ્લામ જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ થી પણ જોડાયેલો છે 786 અંક નો સંબંધ

0
220

એમણે બતાવ્યું છે કે જો 786 નંબર ની આકૃતિ પર ધ્યાન થી જોવા માં આવે તો સનાતન ધર્મ નું પ્રમુખ ચિહ્ન “ૐ” લખેલું પ્રતિત થાય છે.

જેવી રીતે આપણા હિન્દુ ધર્મ માં “ૐ” શબ્દ નું ઘણું મહત્વ હોય છે. ઇસ્લામ માં “786” ને ઘણુ વધારે મહત્વ બતાવવા માં આવ્યું છે. તમે હંમેશાં જોયું હશે કે વધારે પડતા લોકો આ નંબર ની નોટ પોતાની પાસે ઘણી વધારે સંભાળી ને રાખે છે, ત્યાં જ ઘણા લોકો પોતાના ગાડીઓ નો નંબર આજ રાખવા નું પસંદ કરે છે. આવું એટલા માટે કારણ કે આ નંબર ને ઘણુ શુભ માને છે. જ્યારે પણ ક્યારેક આપણા જીવન માં ક્યારે પણ ક્યાંય પણ 786 નું નામ આવે છે તે સમયે આપણા મન માં મુસ્લિમ સમુદાય નો વિચાર આવવા લાગે છે. પરંતુ આજે અમે તમને આ ખાસ સંખ્યા થી જોડાયેલી કેટલીક એવી વાતો બતાવવા જઈ રહ્યા છે તેના વિશે કદાચ ઓછા લોકો જાણતા હશે અને આજે આ જાણકારી પ્રાપ્ત કર્યા પછી તમે પોતે પણ ઘણા હેરાન રહી જશો કારણ કે અત્યાર સુધી તમે આટલું મોટું રહસ્ય નહીં જાણતા હોવ કે 786 અંક નો સંબંધ આપણા હિંદુ ધર્મ થી પણ છે અને એ પણ ભગવાન શ્રીકૃષ્ણ થી સંબંધ છે. ભગવાન કૃષ્ણ સાથે શું સંબંધ છે અને કયા છે આની પાછળ ના રહસ્ય, એ આજે અમે તમને બતાવીશું.

786 નું શું મહત્વ છે ઇસ્લામ માં

સૌથી પહેલા તો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ઇસ્લામ ધર્મ “786” મુસ્લિમ સમુદાય ના લોકો બિસ્મિલ્લા ના નામ થી જાણે છે. વાસ્તવ માં અરબી અને ઉર્દૂ માં 786 ને ” બિસ્મિલ્લાહ- ઉર રહમાન-ઉર-રહીમ” કહેવા માં આવે છે અને એને લખવા પર “786” આવે છે અને આ કારણે ઇસ્લામ ધર્મ માં આને ઘણું પાક એટલે કે પવિત્ર માનવા માં આવે છે. માત્ર આટલું જ નહીં તમને એ પણ બતાવી દઈએ કે 786 અંક નો એટલું વધારે મહત્વ છે કે મુસ્લિમ સમુદાય એને અલ્લાહ થી જોડી ને જુએ છે અને એને ઘણું વધારે મહત્વ આપે છે અને ક્યારેય પણ ના તો આનું અપમાન કરે છે અને ના આનું અપમાન થવા દે છે.

હિન્દુ ધર્મ માં શું છે 786 નુ મહત્વ

અત્યાર સુધી આપણા માંથી લગભગ 90% લોકો એ જ જાણતા અને સમજતા હશે કે 786 અંક નું જે પણ લેવા દેવું છે અથવા તેનું જે પણ મહત્વ છે એ બધું મુસ્લિમ સમાજ થી છે, પરંતુ તમારું આ વિચારવું ખોટું છે. આની સાથે તમને એ પણ બતાવી દઈએ ફેમસ શોધકર્તા રાફેલ પતાઈ એ બૂક લખી છે જેનું નામ છે, “ધ જીવીસ માઈન્ડ”. આ બૂક માં એમણે બતાવ્યું છે કે જો  786 નંબર ની આકૃતિ ને ધ્યાન થી જોવા માં આવે તો એ સનાતન ધર્મ નું પ્રમુખ ચિન્હ “ૐ” લખેલું જોવા મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણ થી શું છે 786 અંક નો સંબંધ

વાસ્તવ માં અહીંયા ઘણું વધારે રસપ્રદ વાત એ છે કે ઘણા એવા પણ લોકો છે જે આનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ થી જોડી ને બતાવે છે. એમના પ્રમાણે પુરાણો માં એવી ઘણી કથાઓ નું વર્ણન મળે છે જ્યાં શ્રી કૃષ્ણજી એ પોતાના 7 છિદ્રો વાળી વાંસળી ને ત્રણ ત્રણ એટલે કે 6 આંગળીઓ થી વગાડતા હતા અને એ દેવકી ના આઠમા પુત્ર હતા અને આવી રીતે આ ત્રણ અંકો ને મેળવી ને બન્યો છે 786 નો અંક, એટલે કે 7 છિદ્ર, 6 આંગળીઓ અને 8 માં પુત્ર. આવી રીતે 786 ના અંક નો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ થી પણ જોડાયેલો માનવા માં આવે છે, આ વાત નો બીજું કોઈ પ્રમાણ હજુ સુધી નથી મળ્યું જેનાથી આખી ઘટના સાબિત થઈ શકે કે આ અંક નો સંબંધ હિંદુ ધર્મ થી પણ છે પરંતુ માન્યતાઓ પણ પોતપોતાની જગ્યાએ ઘણી હદ સુધી સાચી જ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?