7 વર્ષ ની ઉંમર માં આ એક્ટ્રેસે કર્યું હતું ડેબ્યૂ, હવે દરેક મોટો સ્ટાર કરવા માંગે છે સાથે કામ

0
109

બોલિવૂડ માં ઘણાં સ્ટાર કિડ્સ એ એન્ટ્રી લીધી પરંતુ ઓછી અને નાની ઉંમર માં આલિયા ભટ્ટ એ જે સફળતા મેળવી છે એ કદાચ જ કોઈએ મેળવી હોય. આલિયા એ ઘણી ઓછી ઉંમર માં ફિલ્મ માં ડેબ્યૂ કરી દીધું હતું, પરંતુ એડલ્ટ ના રૂપ માં એમણે વર્ષ 2012 માં એન્ટ્રી લીધી અને આવતા જ ઘણી બધી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું. ઘણી બધી એડ અને ફિલ્મો ના દ્વારા પોતાની એક્ટિંગ બતાવી અને આજે આલિયા કરોડો ની માલકીન છે. ઘણા ઓછા સમય માં પોપ્યુલારિટી મેળવવા વાળી એક્ટ્રેસ માં આલિયા નું નામ પણ શામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે 7 વર્ષ ની ઉંમર માં આ એક્ટ્રેસે કર્યું હતું ડેબ્યૂ, એ પોતાના પિતા ની ફિલ્મ માં જ એક એક્ટ્રેસ ના બાળપણ નું પાત્ર કર્યું હતું જે બધા ને ઘણું પસંદ આવ્યું હતું. આવો નાખીએ આલિયા ના ફિલ્મી કરિયર પર એક નજર.

7 વર્ષ ની ઉંમર માં આ એક્ટ્રેસ કર્યું હતું ડેબ્યૂ

આલિયા એ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર માં એક એડલ્ટ રૂપ માં પોતાના કરિયર ની શરૂઆત કરી પરંતુ આના થી પહેલા એમણે ફિલ્મ સંઘર્ષ માં પ્રીતિ ઝિન્ટા ના બાળપણ નું પાત્ર કરી ને બોલિવુડ માં ડેબ્યુ કરી લીધું હતું. હાલ ના એ પોતાના છ વર્ષ ના ફિલ્મી કરિયર માં હાઈવે, કપૂર એન્ડ સન્સ, ડીયર જીંદગી, ઊડતા પંજાબ, રાઝી, બદ્રીનાથ કી દુલ્હનિયા અને હમ્પટી શર્મા કી દુલ્હનિયા જેવી ઘણી ફિલ્મો માં શાનદાર અભિનય કરી ને લોકપ્રિયતા ની સાથે સાથે પોતાનું સ્થાન બોલિવૂડ માં ટોપ એક્ટ્રેસ માં સામેલ કરી લીધું છે. આજે આલિયા ની પાસે ઘણી ફિલ્મો અને ઘણા મોટા બ્રાન્ડ ના એડ છે. જેના માટે એ મોટી ફી વસૂલે છે. મેકર્સ પણ આલિયા ને ફી એમના મનપ્રમાણે આપે છે કારણ કે એ જાણે છે કે આલિયા ને પડદા ઉપર જોવું દર્શક પસંદ કરે છે. એમની અલગ વિશાળ ફેન ફોલોઈંગ છે. એટલા માટે આજે આલિયા ની પાસે પોતાનું ઘર અને લક્ઝરી ગાડીઓ પણ છે, આલિયા કરોડો ની માલકીન બની ગઈ છે.

ફોર્બ્સ મેગેઝીન ના પ્રમાણે, વર્ષ 2017 માં આલિયા ભટ્ટ 2 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ રૂપિયા ની માલકીન બની ગઈ હતી. બીજા રિપોર્ટસ ના પ્રમાણે, આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા લે છે. આના સિવાય એડ માટે 50 લાખ થી 1 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. વર્ષ 2016 માં આલિયા એ પોતાનું એક ઘર લીધું અને જુહૂ માં એક પ્રોપર્ટી પણ છે. આલિયા ની પાસે ઓડીક્યૂ 5 છે, જેને હંમેશા એ પોતે ચલાવે છે અને એમની કાર ની કિંમત 64-69 લાખ છે.

સ્કૂલ માં પ્લે કરતી હતી આલિયા ભટ્ટ :

જ્યારે આલિયા ભટ્ટ સ્કૂલ માં ભણતી હતી ત્યારે આલિયા સ્કૂલ માં ઘણા પ્લે કરતી હતી. ત્યારે એમના પિતા એ પોતાની ફિલ્મ સંઘર્ષ (1999) માં એક ચાન્સ આપ્યો ને નાની આલિયા ના માસુમ અભિનય એ લોકો નું દિલ જીતી લીધું. એ સમયે આલિયા માત્ર 7 વર્ષ ની હતી અને ત્યારબાદ કરણ જોહરે વિચારી લીધુ હતું કે આલિયા ને લોન્ચ કરશે જો એ એક્ટિંગ કરવા માંગશે તો અને આવું જ થયું. વર્ષ 2012 માં આલિયા એ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે ડેબ્યુ કર્યું અને બંને ને પાછળ છોડી દીધું. આલિયા આ વખતે ગુલ્લી બોય, બ્રહ્માસ્ત્ર અને કલંક જેવી ફિલ્મો ની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ વર્ષ 2019-20 સુધી રિલીઝ થશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?