આ રીતે તૈયાર થાય છે દિવાળીની મીઠાઈ, ગંદકી જોઈને નહીં થાય ખાવાનું મન

0
292

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખરાબ મીઠાઈ લોકોની તબિયત બગાડી શકે છે. જોકે હવે આ લોકોની સામે સ્વાસ્થય વિભાગે 11 ટીમ તૈયાર કરી છે. ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી રોજ મીઠાઈ બનાવતી ફેક્ટરી, ડેરી અને દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મીઠાઈઓ અને તેને બનાવવાનો સામાન ખરાબ સ્થિતિમાં મળી આવ્યો છે. ત્યારપછી તેમના વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યા છે. હાલના સમયમાં મીઠાઈઓનો વપરાશ વધારે હોવાથી લોકો ભેળસેળ વાળી મીઠાઈ બનાવવા લાગે છે.

જાણો શું છે મીઠાઈ, દૂધ અને તેના તેના સ્ટાન્ડર્ડ, આ રીતે થાય છે તેની તપાસ

  1. સ્ટાન્ડર્ડ પ્રમાણે માવામાં 70 ટકાથી વધારે મિલ્ક ફેટ હોવું જરૂરી છે.
  2. માવામાં ભેળસેળ છે કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવે છે અને તેને મશીનમાં નાખવામાં આવે છે. ત્યારપછી મશીન માવામાં રહેલું ફેટ બતાવે છે.
  3. દૂધ અને પનીરની તપાસ પણ આ રીતે કરવામાં આવે છે. તે સિવાય મીઠાઈમાં જોખમી રંગો અને કેમિકલના ભેળસેળની આશંકા પર તપાસ કરવામાં આવે છે.
  4. મીઠાઈ ખરાબ છે કે, નહીં, મીઠાઈ બનાવતી વખતે તેમાં કોઈ જીવડું તો નથી પડ્યુંને તેની પણ તપાસ કરવામાં આવે છે.
  5. તપાસમા મીઠાઈમાં ભેળસેળ જોવા મળે તો તો તે કંપનીને રૂ. પાંચ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. ખરાબ મીઠાઈ વેચવામાં અથવા તેમાં કોઈ પ્રકારનું જીવડું જોવા મળે તો તે મીઠાઈનો નાશ કરવો અથવા સજા આપવાનો પણ કાયદો છે.
    એક્સપર્ટના મત પ્રમાણે દૂધની આ રીતે કરવી તપાસ

યૂરિયા: દૂધમાં બે મિલી યૂરિયા રિજેન્ટ નાખો અને તેને સરખું મીક્સ કરી દો. જો દુધમાં સહેજ પીળાશ દેખાય તો સમજો તે ભેળસેળ વાળું છે.
અમોનિયા: દૂધમાં અમોનિયા રિજેંટ મેળવો, જો તે ભૂરા રંગનું થઈ જાય તો સમજો કે તેમાં અમોનિયા ફર્ટિલાઈઝર મીક્સ કરવામાં આવ્યું છે.
સ્ટાર્ચ: દૂધ ઉકાળીને ઠંડુ કરો અને ત્યારપછી તેમાં સ્ટાર્ચના અમુક ડ્રોપ નાખો. જો તેનો રંગ ભૂરો થઈ જાય તો સમજો તેમાં ફર્ટિલાઈઝર છે.

આ છે સમગ્ર ઘટના

સ્રોત