ગુમનામી નું જીવન જીવવા માટે મજબૂર છે બોલિવૂડ ની ‘ગંગા’, એક ભૂલ એ વેડફી દીધું કરિયર

0
211

સફળતા અને અસફળતા નો કેટલોક ટકા ભાગ એમની ઇમેજ ઉપર નક્કી થાય છે. આ વાત બોલિવૂડ માં વધારે લાગૂ થાય છે. જ્યારે કોઈ એક્ટર અથવા એક્ટ્રેસ ની ઈમેજ ફિલ્મો ના શરૂઆત ના સમય માં હોય છે અત્યારે એનું નામ કોઈ ખરાબ કામ થી જોડાઈ જાય તો એનું આખું કરિયર કેટલાક સમય માટે વેડફાઇ જાય છે. વધારે પડતા કેસ માં હંમેશા માટે અંત થઈ જાય છે. ઈન્ડસ્ટ્રી માં એવા ઘણા ઉદાહરણ મળી જશે, પરંતુ આજે અમે વાત એક્ટ્રેસ યાસ્મીન જોશેફ ની કરીશું જેને તમે ‘મંદાકિની’ ના નામ થી જાણો છો. અને તમે વર્ષ 1985 માં આવેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઈ માં ‘ગંગા’ ના પાત્ર માં જોયું હશે. જે અત્યારે ગુમનામી નું જીવન જીવવા માટે મજબૂર છે. તમારે એમના વિશે જાણવું જોઈએ કે આખરે એમનું આખું કરિયર કેમ વેડફાઇ ગયું.

ગુમનામી નું જીવન જીવવા માટે મજબૂર છે બોલિવૂડ ની ‘ગંગા’

કહેવાય છે પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત ઘણા ઓછા લોકો ને સફળ બનાવે છે તો વધારે પડતાં લોકો આમાં બરબાદ થઈ જાય છે અને આવું જ કંઇક થયું મંદાકિની ની સાથે, જ્યારે એમના ઉપર મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ડોન દાઉદ ઈબ્રાહીમ નું દિલ આવી ગયું હતું. પહેલી ફિલ્મ માં દરેક જગ્યા એ ધમાકો કરવા વાળી મંદાકિની ફિલ્મો માં પોતાના બોલ્ડ સીન માટે ઓળખાતી હતી. ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઈ મંદાકિની એક સીધીસાદી ગામડા ની છોકરી નું પાત્ર કર્યું હતું. પરંતુ એમના સીન ઘણા બોલ્ડ રહ્યા. ત્યારબાદ મીથુન ચક્રવતી ની સાથે ફિલ્મ ડાન્સ ડાન્સ, ગોવિંદા ની સાથે ફિલ્મ પ્યાર કરકે દેખો અને અનિલ કપૂર ની સાથે ફિલ્મ તેજાબ માં દેખાઈ. પરંતુ આના પછી એમના જીવન માં દાઉદ ઈબ્રાહીમ આવ્યા અને એમનું જીવન બદલાઈ ગયું. 90 ના દશક માં મંદાકિની નું નામ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની સાથે એ સમય ના છાપાઓ માં છુપાવવા લાગ્યો. એવું કહેવા માં આવતું હતું કે મંદાકિની અને દાઉદ ની વચ્ચે અફેર છે, જોકે મંદાકિની એ હંમેશા અફેર ની વાતો નો સ્વીકાર નથી કર્યો અને કીધું કે બંને સારા મિત્ર છે બસ.

વર્ષ 1993 માં મુંબઇ બ્લાસ્ટ જેણે આખા દેશ ને હલાવી દીધું એ ધમાકો દાઉદ ઈબ્રાહિમે પોતાનો ડર બેસાડવા માટે કરાવ્યો હતો. આ ધમાકા થી કોઈ પણ અજાણ્યું નહતું અને એણે બધા ને વિચારવા પર મજબૂર કરી દીધો હતો, એ સમયે દાઉદ નું નામ બધા એ સાંભળ્યું. આ ધમાકા ના પછી દાઉદે ભારત છોડી દીધું અને આજ સુધી ભારત નો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે, પરંતુ એ હાથ નથી લાગ્યો. આ બાબતમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ઇન્વોલ્વ થયા કારણ કે દાઉદ ને ફિલ્મો નો ઘણો શોખ હતો અને એનાથી ઘણા સેલિબ્રિટીઝ મળી ચૂક્યા છે.

જેમના ઉપર નામ આવ્યુ એ સલમાન ખાન, મંદાકિની અને સંજય દત્ત જેવા મોટા નામ હતા જોકે પછી થી અમને છોડી દેવા માં આવ્યું હતું. મંદાકિની બોલિવૂડ માં લોહા, જાલ, જંગબાજ, નાગ નાગીન, આગ અને શોલા, જીતે હે શાન સે, શાનદાર જેવી ઘણી બોલિવૂડ ફિલ્મો માં કામ કર્યું છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?