આવું ચાલે છે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં – અંદરની હાલત જોઇને લોકો પરથી વિશ્વાસ ઉડી જાય…

0
187

આમ તો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન ન કરે અને ગુનાહિત પ્રવૃતિ કરે ત્યારે તેને સજા ફરમાવવામાં આવે છે. સજાનો અલગ પ્રકાર હોય છે કારણ કે એ ગુનો ક્યાં પ્રકારનો છે તેને આધારીત છે. પણ અપરાધીઓને સાચવવા માટે જેલ હોય છે, જેમાં અપરાધી વ્યક્તિઓને પુરવામાં આવે છે અને એ જ જેલમાં ગોરખધંધા થવા લાગે તો??

તમને જણાવી દઈએ કે અમે જે જેલની વાત કરી રહ્યા છીએ એ છે અમદાવાદની સેન્ટ્રલ જેલ. છેલ્લા પાંચ વર્ષનો હિસાબ માંડીએ તો આ જેલમાંથી ૧૭૩ થી વધુ મોબાઈલ અને ૭૩ થી વધુના સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંગે ૧૯૨ જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કારનામું હજુય એમ ચાલુ છે અટકવાનું નામ નથી સહેજ પણ.

જેલમાં અમુક વસ્તુઓ લઇ જવા માટેની પરવાનગી નથી હોતી પણ છતાંય મોબાઈલ અને અન્ય વસ્તુઓ કેવી રીતે ઘુસી જાય છે તેની ખબર નથી પડતી. થોડો સમય પહેલા ભટનાગર બંધુઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા અને સુરેન્દ્રનગરની સબજેલનો એક વિડીયો વાઈરલ પણ થયો હતો. તેમાં સાફ દ્રષ્ટીએ દેખાય છે કે જેલની અંદર તમામ સુવિધાઓ આરોપીઓને મળી જાય છે. ઘણા હાઈપ્રોફાઈલ કેસમાં આરોપીઓને બધી જ સુવિધા આપવામાં આવે છે. કારાગૃહવાસમાં આરોપીને કોઈ વસ્તુ લઇ જવાની સખત મનાઈ હોય છે. છતાં વારે-વખતે જેલમાંથી કંઇકને કંઈક મળી આવે છે.

જેલમાં આરોપી સજા કાપવા માટે જાય છે પરંતુ ત્યાં મળતી સુવિધાને જોતા એવું લાગે છે જેલમાં પણ ગોરખધંધા ચાલુ હોય. સવાલ એ ઉભો થાય છે કે શું જેલ એ પરમીશનથી ચાલતી મોટી એવી ગોરખધંધાની દુકાન છે કે શું? પોલીસ ચોપડે એકબાજુ આરોપીઓના ગુના નોંધાયા છે અને બીજી બાજુ તેને જેલમાં પણ સુવિધાઓ મળી જાય છે. અંતે વાંક કોનો છે? કોણ છે કસુરવાર?

જેલની અંદરના પરિસરમાં ટેલીફોનની વ્યવસ્થા હોય છે. જેનો ઉપયોગ રજીસ્ટરમાં નોંધણી કર્યા પછી થઇ શકે છે. એ ટેલીફોનમાંથી જેલર પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે છે. છતાં જેલમાં મોબાઈલની શું જરૂર પડે છે એ જાણવું અઘરૂ બને છે. અમુક ઊંચા દરજજાના આરોપીઓ ત્યાં જેલમાં બેઠાબેઠા પણ તેના ગોરખધંધા ચલાવે છે.

આ બાબતો બધી ત્યારે બહાર આવે જયારે સિક્રેટ ચેકિંગ કરવામાં આવે. પણ બધું ચાલે છે અને ચલાવી લેવામાં આવે છે એ બંને વાત સાથે છે. જોઈએ હવે આગળ જેલમાં પરિસ્થિતિઓ સુધરે છે કે જેલમાં જ કાંડ થવાની શક્યતા ઉભી થાય છે એ તો સમય ભાન કરાવશે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?