આ 4 જીવો પર આજેય છે સીતા માતાનો શ્રાપ , શું છે એનું કારણ ?

0
23

જો આપણે વાત કરીયે હિંદુ ધર્મની તો એમાં શ્રાદ્ધનું ખાસ મહત્વ છે. એના વિષે ઈતિહાસની વાત છે, એ સમયની જયારે માતા સીતા, રામ અને લક્ષ્મણ વનવાસ માટે ગયા હતા, અને અચાનક એમને ખબર પડે છે કે તેમના પિતા દશરથ મૃત્યુ પામ્યાં છે. એના માટે તેઓ એમનું પિંડદાન વનમાં પણ કરતા હતા. એક વખત માતા સીતા લક્ષ્મણને કહે છે કે તમે જાઓ અને પિંડદાન કરવા માટે વનમાંથી જરૂરી સામગ્રી લઇ આવો એટલે આપણે પછી પીંડ દાન કરીશું. એ સમયે પણ શ્રાદ્ધનો મહિમા હતો અને ત્યારે પણ સમયે સમયે દાન કરવામાં આવતું હતું.

સીતા માતાએ લક્ષ્મણને જરૂરી વસ્તુ મેળવવા માટે કીધું હતું લક્ષ્મણ ગયા તો હતા પણ એમને બધી વસ્તુઓ લેવામાં ઘણો જ સમય લાગ્યો હતો સીતા માતા એમની ઘણી વાર રાહ જોતા હતા છતાં પણ તે આવ્યા નહિ અને પછી તો માતા સીતાને પણ લક્ષ્મણની ખુબજ ચિંતા થવા માંડી અને પછી તો પીંડ દાનનો જે સમય હતો એ પણ વીતી ગયો હતો તો એમણે એવું નક્કી કર્યું કે હું કઈ કરી અને દાન કરી દઉં. તો એ પોતાની બુદ્ધિ વાપરે છે અને પિંડદાનની તૈયારી કરી લે છે.

તેમણે ત્યારે એક પંડિત, ફલ્ગુ નદી, કાગડો અને એક ગાય એ બધાને સાક્ષી માન્યા અને પિંડદાન કર્યું અને જયારે રામ પાછા આવ્યા તો એમણે એના વિષે પૂછ્યું તો માતા સીતાએ જણાવ્યું કે મેં દાન કર્યું છે અને આ દાનના આ 4 સાક્ષી છે અને જો તમને વિશ્વાસ ના હોય તો તમને એમને પૂછી શકો છો. તો રામ ભગવાને જયારે એમને એના વિષે જયારે પૂછ્યું તો એ બધા જ પોતાની વાતથી બદલાઈ જાય છે અને ખોટું બોલે છે. એ વાતથી રામને ખુબ જ ગુસ્સો આવે છે અને પોતાની વાતને સાબિત કરવા માટે માતા સીતા એ દશરથ રાજાની આત્માને પ્રગટ થવાનું કીધું અને જયારે તે પ્રગટ થાય છે તો એમણે કીધું કે મારું પિંડદાન એકદમ સારી રીતે થયું છે અને પછી માતા સીતાને ઘણો જ ગુસ્સો આવ્યો અને એ બધાને શ્રાપ આપી દીધો કે ભલે ગાય ગમે એટલી પૂજાશે પણ એ હંમેશા બહાર જ ભટકતી રહેશે, અને કાગડો કાયમ હમેશા ઝગડી ઝગડીને ખાસે, અને કોઈ પણ પંડિત ભલે ગમે એટલો જ્ઞાની થઈ જશે પરંતુ તે કાયમને માટે ગરીબ જ રહેશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?