ભલે આજે નહિતો કાલે પણ ચોક્કસથી આપણા કર્મોનો હિસાબ આપણે ચૂકવવો પડશે, જો તમે વાંચશો આ કરુણ વાર્તા તો કોઈ દિવસ કોઈ માટે ખરાબ વિચારશો નહિ

0
302

એક માણસ પોતાના અતિ ભવ્ય એવા બંગલાના એક ખૂણામાં આવેલા રૂમમા લગભગ ૨ મહિનાથી પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. અને જેમ લોકો પ્રભુ સામે બે હાથ જોડીને પોતાના લાંબા જીવનની ભીખ માંગે છે તો આ વ્યક્તિ પ્રભુ પાસે પોતાના મૃત્યુ માટેની વિનંતી કરી રહ્યો છે.

આ વ્યક્તિની પરિસ્થિતિ એવી હતી કે તે કઈ બોલી શકે એવી સ્થિતિમા ન હતો પણ તે પોતાની પથારી પાસે રાખેલી સ્લેટ મા પેનથી નિયમિત પ્રભુને પોતાના મૃત્યુ માટેની અરજીઓ લખતો હતો. પણ એવુ પ્રતીત થાય છે કે જાણે ભગવાન પણ એવુ કહે છે કે હજી તો તારે તારા કર્મને ભોગવવાનુ બાકી છે જેવો તારો ઉધાર-જમાનો સરવાળો સરભર થઇ જશે એટલે પછી જ તું આ જન્મથી મુક્તિ મેળવીશ.

આપણે આજે જે વ્યક્તિની આપણે વાત કરી રહ્યા છીએ તે બે માળના ખુબ જ ભવ્ય બંગલાનો માલિક છે અને તેમાં ૬ રૂમમાંથી ૩ રૂમમાં એ.સી.લગાવેલા છે તથા ઘરના હોલમાં ૩૯ ઈંચ નુ ટી.વી. તથા ઘરમા ૩૬ જાત ના પકવાનો તથા વ્યંજનો તૈયાર થતા હોય છે આ સિવાય બેન્કમાં કરોડો રૂપિયાનું બેલેન્સ , એક પુત્ર તથા પુત્રી ના પિતા તથા વૃધ્ધ મા – બાપ નો છાંયડો હજી પણ હાજરાહજૂર છે.

આ બધું વાંચીને તો તમને અંદાજો આવી જ ગયો હશે કે ફક્ત સ્વાસ્થ્ય સિવાય આ વ્યક્તિ બીજી બધી રીતે તે સુખી તથા સંપન્ન છે. પણ અત્યારે તે ગળાના કેન્સરથી પીડાઇ રહ્યો છે અને તે પથારીવશ છે અને તેની અત્યારની હાલત એક જીવતી-જાગતી લાશ જેવી છે. તેની પાસે આટલું સુખ હોવા છતાં પણ તે તેનો લહાવો લઇ શકે એવી પરિસ્થિતિમાં નથી.

આ વ્યક્તિ કે જે એક સમયે તલાટીની પદ પર ફરજ બજાવતો હતો. અત્યારે તેને પોતાની ફરજ દરમિયાન કરેલા તમામ દુષ્કૃત્યના સંસ્મરણો તેની આંખો સામે તરવરે છે. તેમની આ હરકતના કારણે ઘણા લોકોના હૃદય દુઃખી થયા હશે અને તેનો સાચો અહેસાસ અત્યારે તેને થઇ રહ્યો છે.


આજે પોતાના કર્મોનુ તોલમાપ તે તલાટી સાહેબ પોતે જાતે જ કરી રહ્યા હતા. અત્યારે નિર્બળ પથારી પર પડેલા આ વ્યક્તિને તેના જીવનની બધી જ ફ્લેશબેક તેની નજરો સમક્ષ આવી રહી છે. આ ઘટનાઓમાથી એક ઘટના એવી હતી કે ગામના એક નિર્ધન ખેડૂતના જમીનના ટુકડા નો સોદો એક ધનિક વ્યક્તિ સાથે લાખો રૂપિયામા કરી નાખ્યો.

તે ખેડૂત માટે આ જમીન જ જીવનનિર્વાહ માટેનુ એકમાત્ર સાધન હતુ પરંતુ તલાટી સાહેબે ધાક-ધમકીથી આ ખેડૂત પાસેથી તે જમીન પડાવી લીધી. પરંતુ જીવનનિર્વાહનુ સાધન છિનવાઇ ગયું તેથી ખેડૂતના ઘરમા ભૂખમરો સર્જાય છે અને તેના કારણે તેના પુત્રનું મૃત્યુ થાય છે.

પણ ત્યારે તો તલાટી સાહેબને માત્ર પૈસા સાથે જ મોહ હતો. પણ એ વાતનો વિચાર ના આવ્યો કે આગળ જતા આ કર્મ શુ પરિણામ લાવશે. પેલા ગરીબને જે ત્યારે યાતનાઓનો અનુભવ થયો હતો તે અત્યારે તલાટી સાહેબને ‌થઇ રહી છે. તેના ઘરમાં ૩૬ જાત ના વ્યંજનો બને છે છતાં પણ તે તેનો આનંદ લઇ શકતો નથી, આટલું ભવ્ય મકાન છે છતા પણ તેમાં તે શાંતિ થી રહી શક્તિ નથી , બે લકઝરી ગાડીઓ છતાં પણ તેમા તે ફરી શકતા નથી તો સાચે જ આ જીવન વ્યર્થ જ છે.

તેની માટે આ સુખ- સુવિધાઓનો કોઇ અર્થ જ નથી. કોઇને લાગેલા ઘા પર જ્યારે મીઠુ ભભરાવવામા આવે અને જેવી પીડા થાય તેવી જ પીડા અત્યારે તલાટી સાહેબને છેલ્લા બે મહિનાથી થઇ રહી છે. જ્યારે તેમના અંગત સગા-સંબંધીઓ ખબર-અંતર પૂછવા આવે તો તે બધા ને પોતાના બંને હાથ જોડે છે અને એટલું જ કહે છે કે , ‘ મે જે કર્મો કર્યા છે તેનું જ હું આજે પરિણામ ભોગવું છું. તેથી હમેશાં સત્યનો માર્ગ અપનાવવો જોઇએ.’

આવું જણાવે એટકે તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે છે. આ તલાટી સાહેબના વૃધ્ધ પિતા તેમની પાસે ૨૪ કલાક અડીખમ બેસવા માટે હોય છે.પણ તેમનાથી તેમના પુત્રની આવી હાલત જોવાતી નથી માટે સૌપ્રથમ વાર કોઈ પિતા ઈશ્વર પાસે પોતાના પુત્રના મૃત્યુ માટેની આજીજી કરે છે.

કેટલી બધી વાર તલાટી સાહેબના ગળે ડૂમો જામી જાય છે અને ગળાના ભાગેથી લોહી નીકળવા લાગે છે. કુદરતની સાચે જ કરામત છે કે પુત્રની આવી પીડા જોઈને ખુદ તેના પિતા જ તેના મૃત્યુ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. એક રાત્રે તલાટી સાહેબને ખુબ જ પીડા ચાલુ થાય છે અને તેમનો શ્વાસ એકદમ અધ્ધર ચડી જાય છે.


એવું લાગે કે હવે તેમની મુક્તિનો સમય નજીક આવી ગયો છે. આ પરિસ્થિતિમાં પણ તે સ્લેટ પર પેનથી ગડબડ અક્ષરમાં કંઈક લખે છે અને મૃત્યુની ગાઢ નિંદ્રામાં તે પોઢી જાય છે. જેવા આ સમાચાર મળે છે તો તેના ઘરના બધા જ લોકો ભાંગી પડે છે અને બધાની નજર પેલી સ્લેટ પર જાય છે જેમા ગડબડ અક્ષરમાં એવું લખેલું હતું કે , ‘ મે અહી ના કર્યા અહીં જ ભોગવ્યા’.

સાર

મિત્રો આપણા જે સર્જનહાર છે , પાલનહાર છે અને જેના વડે જ આપણું આ દુનિયામા અસ્તિત્વ છે આપણે ક્યારેય પણ તેની સામે વધારે પડતી હોશિયારી ના બતાવવી જોઈએ કારણકે જે આપણુ સર્જન કરી શકતો હોય એ આપણો વિનાશ પણ કરી શકે જ છે એ હંમેશા યાદ રાખવું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?