ચાલો ઘરે જ શીખીયે કાઠિયાવાડી સ્ટાઇલનું ભરેલા બટેકાનું એકદમ ટેસ્ટી શાક !!!

0
44

દોસ્તો ,  આપણે સૌ જાણીયે છે કે ગુજરાતના લોકો બે વાત માટે ઘણા જ શોખીન હોય છે જેમાં એક છે હરવાફરવાનું અને બીજું ખાણીપીણી. આપણે ગુજરાતીઓ હંમેશા ખાણીપીણીમાં તો રોજ જ કંઈક ને કંઈક નવું જ બનાવતા જ હોય છે. અને દરેકના ઘરમાં નાના મોટા સૌ કોઈનું મનગમતું શાક હોય તો એ છે બટેકાનું. તો આજે આપણે આ લેખમાં શીખીશું ભરેલા બટાકાનું ખુબજ ટેસ્ટી શાક બનાવવાની રેસિપી :

ભરેલા બટેટાનું શાક બનાવવાની સામગ્રી

 • બટાકા – ૫૦૦ ગ્રામ
 • હિંગ – ૧ ચમચી
 • જીરુ – ૧ ચમચી
 • નમક – સ્વાદ મુજબ
 • ઓઈલ – જરૂરીયાત મુજબ
 • કોપરાનું ખમણ – ૧ બાઉલ

ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી

 • કોથમીર – ૧ નંગ
 • લસણ – ૭ નંગ
 • દાળિયા – ૫૦ ગ્રામ
 • ચટણી – ૧ ચમચી
 • લીંબુ નો રસ – ૨ ચમચી
 • કોપરા નુ છીણ – જરૂર મુજબ
 • ખાંડ – ૧ ચમચી
 • નમક – સ્વાદ અનુસાર

બનાવવાની રીત

ભરેલા બટેકાનું શાક બનાવવા સૌથી પહેલા તમારે બટેકાને થોડા અધકચરા એવા બાફી લેવાના છે. પછી તેને છોલી લો અને વચ્ચેથી એક સમાન કટકા કરી લો અને બધી ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરો અને ચટણી ક્રશ કરવી. પછી એમાં લીંબુનો રસ ઉમેરી દો. હવે જે બટેકા સમાર્યા છે એમાં પેલી ચટણી ભરી દો. પછી એક કડાઈ લો અને એમાં તેલ ગરમ કરવા રાખો.

તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડું જીરુ અને હિંગથી વઘાર કરો. આશરે અડધી મિનિટ પછી એમાં બટેકા રૂપેરી દેવાના છે અને તેને તેલમાં તળી લેવાના છે. જયારે આ બટેકા તેલમાં તળાઈ જાય એટલે એની પર કોપરાનું ખમણ નાખીને ગાર્નિશિંગ કરો અને આ શાકને એક પ્લેટમાં કાઢી લો અને તેની સાથે રોટલી કે રોટલા જોડે સર્વ કરી શકાય છે. તો ચાલો હવે તૈયાર છે સ્વાદિષ્ટ અને યમી એવું ભરેલા બટેકાનું શાક.

મોમાં પાણી આવી ગયું ને ?? તે ચાલો આજે જ રાતના ડિનરમાં બનાવો આ ખુબજ ટેસ્ટી એવું શાક !!!

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?