ચાલો આજે જાણીયે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન વિશેની 9 અદભુત વાતો વિષે

0
187

રઘુકુલ રીતી સદા ચલી આઈ,
પ્રાણ જાય પર વચન ન જાઈ

શ્રી રામનો જન્મ રઘુકુળમાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર મહિનાની શુક્લપક્ષની નવમી તિથિએ મોટા પુત્ર તરીકે થયો હતો. અને માટે જ એવી રીતે રઘુકુળના મહાન રાજાઓમાં વધારે એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રીરામનો પણ સમાવેશ થઇ ગયો. ભગવાન શ્રીરામ એ વિષ્ણુના સાતમા અવતાર હતા.

જો ભગવાન શ્રીરામના સ્વભાવ વિષે જાણીયે તો તે સ્વભાવે શાંત, સૌમ્ય અને પ્રેમાળ હતા.
ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે, એનું કારણ એ છે કે ભગવાન શ્રીરામે પોતાનું આખું જીવન મર્યાદામાં રહીને જ વ્યતીત કર્યું હતું. ભગવાન શ્રીરામે પોતાના જીવનમાં પરિવારની દુરીથી માંડીને સીતામાતા અને લવ કુશની દુરી જેવા કઠીન સમયમાં પણ હંમેશા પોતે મર્યાદા અને કર્તવ્ય બાજુ જ અડગ રહ્યા છે.

જો આજના યુવાનો આજના સમયમાં પણ શ્રીરામના જીવન દર્શનમાંથી કોઈ શીખ પોતાના જીવનમાં ઉતારી લે તો તેમનું જીવન સરળ થઇ શકે છે. તો ચાલો જાણીયે આજે ભગવાન શ્રી રામની નવ એવી અદભુત વાતો વિષે. આ વાતો એવી છે આપણા જીવનમાં હાજર હોય છે છતાં પણ આપણે તેમાંથી વિમુખ થઈને બેઠા છીએ. તો આજે આ વાતો દ્વારા એવી કોશિશ કરીશું કે તે વાતો આપના જીવનનો આદર્શ પણ બની શકે છે.

(૧) મર્યાદા

ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે કારણ કે ભગવાન શ્રીરામે પોતાના આખા જીવન કાળ દરમિયાન પણ ક્યારેય મર્યાદાનું એક વાર પણ ઉલ્લંઘન કર્યું નથી. તેમના જીવનમાં ઘણી એવી વિકટ સ્થિતિ આવી છે પરંતુ હંમેશા ભગવાન શ્રીરામે ધર્મ અને કર્તવ્યનો જ સાથ આપ્યો છે.

પરંતુ આજકાલના જે યુવાનો છે તે મર્યાદા અને કર્તવ્યની વાત તો ઠીક છે પરંતુ તેઓ જે બોલ્યા હોય છે તે પણ કરીને બતાવી નથી શકતા. સવારે કીધું કઈ હોય અને સાંજે કર્યું કઈ બીજું કર્યું હોય ,આ ટાઈપના યુવાનોની સંખ્યા વધતી જય રહી છે.

મોટેભાગે આજ કાલ દરેક વડીલો અને બુજુર્ગોને મોઢેથી એવું જ સાંભળવા મળે છે કે હવેની પેઢીમાં મર્યાદા જેવું કંઈ રહ્યું નથી. ભલે ,ટેકનોલોજીની દુનિયામાં કોઈ મર્યાદા ના રહી હોય પરંતુ સબંધોની દુનિયામાં હજી પણ એવી મર્યાદા જળવાયેલી છે. જો આજકાલના યુવાનો પણ જીવનમાં પોતાની એક મર્યાદા નક્કી કરી અને પછી એક ચોક્કસ લક્ષ સાથે આગળ વધવું જોઈએ તો જ તેમને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

(૨) ગુરુનો હંમેશા આદર.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ગુરુ “ગુરુ વશિષ્ટ” હતા. અને શ્રી રામ હંમેશા જ તેમના ગુરુનો આદર કરતા હતા. અને શ્રી રામ પોતાના ગુરુની આજ્ઞા વિના ભગવાન શ્રીરામ કોઈ જ કામ કરતા નહિ. આખી ભગવાન શ્રીરામનો ગુરુ વશિષ્ઠ સાથે આદ્યાત્મિક સબંધ રહ્યો હતો. ગુરુની આજ્ઞા મળી પછી જ ભગવાન શ્રીરામે ભગવાન શિવનું ધનુષ તોડ્યુ અને સીતામાતા સાથે તેમના લગ્ન થયા. અને દરેકના જીવનમાં એક ગુરુનું મહત્વ કેટલું હોય છે તે તો આપણે ભગવાન શ્રીરામથી જાણી શકાય છે.

પરંતુ આજનો જે સમય છે તેમાં આજ કાલ વિદ્યાર્થીઓ અને ગુરુના સબંધમાં પૈસાએ જગ્યા લઇ લીધી છે.માટે જ કોઈ શિષ્યને યોગ્ય ગુરુ મળતા નથી અને કોઈ ગુરુને સાચો શિષ્ય મળતો નથી. અને આજ કાલ તો શિક્ષણનો જ વ્યાપાર થઇ ગયો છે એવામાં ક્યાંથી સાચા ગુરુ મળી શકે અને ક્યાંથી સાચા શિષ્ય મળી શકે.

આપણે હંમેશા એવું શીખવું જોઈએ કે દરેક વ્યક્તિના જે કોઈ પણ ગુરુ હોય તો તેને પૂરો આદર આપવાનો. હંમેશા તેમની સાથે પૂરી સભ્યતા પૂર્વક જ વર્તન કરવું જોઈએ અને તેમને ખુબ જ માન આપવું જોઈએ.

(3) કુટુંબ પ્રેમ.

ભગવાન શ્રીરામનો જે કુટુંબ માટે નો પ્રેમ હતો તે બહુજ પ્રેરણા દાયક હતો. શ્રી રામ ભગવાન ફક્ત પોતાના સાવકી માતા કૈકય દ્વારા વનવાસ વાત સાંભળતા જ તેઓ વનવાસ ચાલ્યા ગયા હતા. તે છતાં પણ તેઓના મનમાં કોઈના પણ માટે કોઈ વેર નહતો.

અત્યારના મોર્ડન સમયમાં વિભક્ત થયેલા કુટુંબોએ એમાંથી ઘણું બધું એવું શીખવા જેવું છે. આજ કાલ એવું થઇ ગયું છે કે સંપતિની લાલચમાં કોઈ સગા સબંધીઓ આવી રીતે એકબીજા માટે કુટુંબ પ્રેમ દર્શાવતા જ નથી.

(૪) આજ્ઞાકારી

ભગવાન શ્રીરામ ખુબ જ આજ્ઞાકારી પુત્ર હતા. અને તેમણે પોતાના પિતાના વચનની મર્યાદા જાળવવા માટે તેમની આજ્ઞાને લઈને તે ૧૪ વર્ષ સુધી વનવાસ જવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.

અને શ્રી રામે પોતાના ગુરુની આજ્ઞા, પિતાની આજ્ઞા, માતાની આજ્ઞા દરેકની આજ્ઞાનો અનાદર તેમના આખા જીવનકાળ દરમિયાન નથી કર્યો.

જો આજની યુવા પેઢી આવી જ રીતે ગુરુની આજ્ઞા, માતા પિતાની આજ્ઞા માનવા લાગે છે તો તેમના જીવનમાં આજ્ઞાંકિત નામનો સદગુણ પણ વહેલો મોડો દેખાવા જ લાગે છે.

(૫) ભાઈચારો.

ભગવાન શ્રી રામ તેમના બધા ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હતા. તેઓએ હંમેશા તેમના નાના ચારેય ભાઈઓ પ્રત્યે ખુબજ પ્રેમ ભર્યું વર્તન કર્યું હતું. તેમણે ભાઈઓની સામે ક્યારેય પણ ગુસ્સાથી વાત અથવા તો જુસ્સા ભર્યું વર્તન કર્યું નહતું.

પરંતુ આજકાલ તો ભાઈ-ભાઈ વચ્ચે પણ સંપતિ, જમીન જેવી બાબતોને લઈને અવારનવાર ઝગડા જ થતા રહે છે. પરંતુ જો ભગવાન શ્રીરામના જીવન દર્શન અનુસાર આ ગુણ જો જીવનમાં કેળવવામાં આવે તો થતા બધા જગડા દૂર થઇ જશે, અને જીવનમાં દરેકને ભાઈ તેમજ પરિવારનો પ્રેમ પણ મળવા માંડશે.

(૬) વિનમ્રતા

ભગવાન શ્રીરામ પોતાની વિનમ્રતા માટે પણ ખુબ જ જાણીતા છે. ભગવાન શ્રીરામે પોતાના પુરા જીવનકાળ દરમિયાન કદી પણ વિનમ્રતાને છોડી નથી, જયારે રાવણ સાથે યુદ્ધ થવાનું હોય છે ત્યારે પણ તેમને રાવણ સાથે પહેલા તો વિનમ્રતાથી પ્રસ્તાવ મુક્યો હતો. રાવણ પોતાના અભિમાનમાં ચુર હોવાથી તે વિનમ્રતા ભર્યો સુલેહનો પ્રસ્તાવ માન્ય રાખતો નથી અને પછીથી યુદ્ધ થાય જ છે.

અને વિનમ્રતા એ એક એવો ગુણ છે કે જેનાથી આપણે આપણા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકીયે છે. અને વિનમ્ર માણસ જ્યાં પણ જાય છે, ત્યાં તેનેવ હંમેશા માં જ પ્રાપ્ત થાય છે . તેથી જ જો જીવનમાં હંમેશા વિનમ્રતા કેળવીએ તો જીવન સરસ રીતે જીવી શકાય છે.

(૭) ધીરજ

ભગવાન શ્રીરામમાં ધીરજ નામનો એક એવો ગુણ હતો જે આજના જમાનામાં અતિ દુર્લભ છે. તેમના પોતાના વિનમ્ર સ્વભાવને લીધે જ ભગવાન શ્રીરામ હંમેશા બધાના પ્રિય રહ્યા છે. તેમના આખા જીવન કાળ દરમિયાન ભાગ્યે જ એવા કોઈ પ્રસંગો આવ્યા હશે કે જયારે ભગવાન શ્રીરામે ધીરજનો સાથ ના દીધો હોય.

આજકાલ તો માણસોમાં ધીરજ જેવો ગુણ જ નથી દેખાતો, બધાને વાત વાતમાં ગુસ્સો, ઝગડો, મારા-મારી જેવી બાબતો પર આવી જાય હોય છે, અને છેલ્લે તો પોતાનું જ નુકશાન થતું હોય છે.

જો આજના યુવાનોમાં ભગવાન શ્રીરામ જેવો સદગુણ હોય તો તેઓને હંમેશા સાચો માર્ગ જ પ્રાપ્ત થાય છે.

(૮) મિત્રતા.

ભગવાન શ્રીરામની મિત્રતા સુગ્રીવજી અને વિભીષણજી સાથે ખુબ જ ગાઢ હતી. સુગ્રીવજીનું રાજપાઠ તેમના ભાઈ વાલીએછીનવી લીધું હતું. જેમાં ભગવાન શ્રીરામે મદદ કરી હતી રાજપાઠ પાછું અપાવામાં મદદ કરી હતી. વિભીષણજીને પણ જયારે લંકાનો ત્યાગ કરાવાયો, ત્યારે પણ ભગવાન શ્રીરામે તેને મદદ કરી હતી અને મિત્ર બનાવીયા અને જોડે જ રાખ્યા હતા.

આજના યુવાનોમાં પણ મિત્રતા તો દેખાય જ છે પરંતુ સૌ તુચ્છ કારણને લીધે મિત્રતામાં ઝગડો કરી બેસ્ટ હોય છે, તો મહત્વનું એ છે કે થોડી સહનશક્તિ બતાવીને મિત્રતા તૂટવી ણ જોઈએ.

(૯) રક્ષક
ભગવાન શ્રીરામને પોતાનો રક્ષા ધર્મ ખુબ જ સારી રીતે તે જાણતા હતા. તેમણે ઘણી વાર રાક્ષસો દ્વારા તેમની પ્રજાનું રક્ષણ કર્યું હતું. ભગવાન શ્રીરામ રક્ષક હતા સાથે જ તેમનામાં બીજા ઘણા સારા ગુણો હતા માટે સાચા રક્ષક તરીકે ઓળખાયા હતા.

આજ-કાલ તો એવું થઇ ગયું છે કે જે આપણા રક્ષક હોય તે ક્યારે આપણા ભક્ષક બની જાય તે નક્કી હોતું નથી. માટે એ વાત યાદ રાખવી જરૂરી છે કે ક્યારેય પણ જો કોઈના પર ખોટો અત્યાચાર થઇ રહ્યો છે તેની રક્ષા કરવી તે આપણી ફરજ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?