શું તમને યાદ છે દૂરદર્શનનું ઐતિહાસિક પ્રતીક ચિન્હ અને એની સાથે જોડાયેલી યાદો ?

0
265

ભારતીય લોકસેવા પ્રસારણ દૂરદર્શનને આજે પુરા 59 વર્ષ થઇ ગયા છે.વર્ષ માં 1959માં 15 સપ્ટેમ્બર ના દિવસેજ લોન્ચ કરવામાં આવી હતી. જે આધુનિક ભારત બહુજ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.જો દૂરદર્શનના ચિન્હને જોવામાં આવે તો તે એક આંખ જેવું લાગે છે. જેનાથી આપણે દુનિયાભરના બધા દ્રશ્યો જોઈ શકીયે, ચાલો આજે અમે તમને બતાવીયે છે દૂરદર્શન , તેના ચિન્હ , અને ચિન્હને બનાવનાર દેબાશિષ ભટ્ટાચાર્ય વિષે ખાસ વાતો –

દૂરદર્શનને ભારત સરકાર દ્વારા નામિત પ્રસાર ભારતી અંતર્ગત ચલાવામાં આવે છે.5 મિનિટના ન્યુઝ ટેલિકાસ્ટથી શરુ થયેલું દૂરદર્શન થોડાકજ સમયમાં લોકો માટે મનોરંજનનું સાધન બની ગયું.જેમાં લોકોને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. દૂરદર્શન પર આવતા કાર્યક્રમ કૃષિ દર્શન વિષે કોણ નથી જાણતું. ભારતીય ટેલિવિઝન પર ચાલતો આ સૌથી લાંબો પ્રોગ્રામ છે.

70,80 અને 90 ના દશકામાં મોટા થયા હોય એવા લોકો માટે ટીવી સેટ આવાની ખુશીનો અંદાજો આજના જમાનાના છોકરા ના લગાવી શકે.
ઘરમાં પહેલા ટીવી સેટ આવવું પછી કેબલનું પણ આવવું કોઈ સપનાથી ઓછું નહતું.રવિવારે ધાર્મિક કાર્યક્રમ જોવા માટે ઘરના બધા લોકોનું ટીવી સેટ સામે બેસી જવું ,તે દશકાને આજે જીવતા લોકો યાદ કરતા હશે.

ફિલ્મી ગીતોથી તો આખો દિવસ મહેકી ઉઠતો હતો. આજના જેવું નહિ કે બધી વસ્તુ ફોન પર હાજર હોય.પરિવારના લોકોને પણ ક્યાં સાથે બેસવાનો મોકો મળે છે.એ દરમિયાન સૌથી વધારે ખુશી ત્યારે થતી જયારે એવા દોસ્તના ઘરે જવા મળતું જેના ઘરે ટીવી હોય , ભારત પાકિસ્તાન ની મેચ વચ્ચે જો કેબલ જતો રહે તો રોમાંચ ઘણો વધી જતો.

દૂરદર્શનના આંખ (ચિહ્ન) ને એનઆઈડી ના પૂર્વ વિદ્યાર્થી દેબાશિષ ભટ્ટાચાર્યએ પોતાના મિત્રો સાથે તૈયાર કર્યો હતો.જયારે દૂરદર્શને ઓલ ઇન્ડિયા રેડીઓથી અલગ થવાનો નિર્ણય લીધો તો એ સમયે એમને પોતાનો લોગો પણ અલગ જોઈતો હતો.એની જિમ્મેદારી એનઆઈડી ના વિધાર્થીઓને આપવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દેબાશિષે આંખના આકારનો લોગો બનાવ્યો.એની બંને તરફ એમણે બે ઘુમાવદાર વક્ર અને યાંગના આકાર બનાવ્યા અને અધ્યાપક વિકાસ સતવાલેકરને ને સોંપી દીધો

આ આઠ વિદ્યાર્થીઓએ અને એમના 6 ફેકલ્ટી મેમ્બરે ઘણી ડિઝાઇન તૈયાર કરી. એમાંથી દેબાશિષનાં લોગોને પસંદ કરવામાં આવ્યો.લોગોની પસંદગી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કરી હતી.

દેબાશીશની આ ખાસ ડિઝાઇનને લોગોનું રૂપ આપવા માટે એનિમેશન ની આવશ્યકતા હતી.એનિમેશન નું કામ એનઆઈડીના જ એક વિદ્યાર્થી આરએલ મિસ્ત્રીએ.મિસ્ત્રીએ પહેલા તો દેબાશિષનાં લોગોને કેમેરાથી શૂટ કર્યું અને પછી ત્યાં સુધી રોટેટ કર્યું જ્યાં સુધી એણે આ લોગોને અંતિમ રૂપ આપ્યું.આજ આંખને આપણે ડીડી આઈ ના નામે ઓળખીયે છે.

લોગોની સાથે ચાલતા મ્યુઝિક ને પંડિત રવિશંકર ને ઉસ્તાદ અહેમદ હુસેન ખાન સાથે મળીને તૈયાર કર્યો.લોગોની સાથે થીમ સંગીતને પહેલીવાર 1 એપ્રિલ 1976 ટેલિવિઝન સ્ક્રીન પર સંભળાવામાં આવ્યું.

આ સિમ્બોલમાં 80અને 90 ના દશકામાં બદલાવ આવ્યો.જયારે ડીડી સ્પોર્ટ્સ , ડીડી ન્યુઝ અને કેટલીક રીઝનલ ચેનલો આવી , ડીડી સ્પોર્ટ્સ ના મોન્ટાજમાં ડિસ્કસ ફેંકતા એથલીટ દેખાડવામાં આવ્યો હતો.જે પછી દૂરદર્શનનો જ સિમ્બોલ બની ગયો.

વિભિન્ન સંસ્કૃતિઓ માં સિમ્બોલ નવો સંદેશઆપે છે.ભટ્ટાચાર્યે એક મીડિયા વેબસાઈટ ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે લોગો અને પ્રતીકને બહુજ સરળ રાખવામાં આવ્યો જેથી તે બધાની સમજમાં આવી શકે.

લોગોની સાથે શરૂઆતી દિવસોમાં એક લાઈન પણ લખેલી રહેતી હતી.એ લાઈન હતી સત્યમ શિવમ સુન્દરમ , જેને પછી નીકાળી દીધી હતી.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.