સાવ સસ્તા સ્માર્ટફોન ૮૮૮ રૂ. અને ૨૫૧ રૂ.માં મળે છે – પણ આ છ વાત હોય છે અંદર – છ નં. જાણીને ગભરાઈ જશો

0
122

દેશ – દુનિયામાં આજકાલ રેસનો યુગ ચાલે છે. કળિયુગ કરતા રેસયુગ છે એમ કહી તો પણ ખોટું નથી. એકબીજાથી આગળ નીકળવાની હોડમાં છેતરપિંડી પણ કરે છે. સસ્તા સ્માર્ટફોનની બનાવટમાં ચાઈના આગળ હતું પણ હવે આ રેસમાં ભારત પણ સામેલ થયું છે થોડા સમય પહેલા જ રિંગિંગ બેલ્સ કંપનીએ માત્ર 251 રૂપિયાની કિંમતમાં freedom 251 સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરવાનો દાવો કર્યો હતો, જેના કારણે આ કંપની ઘણા વિવાદોમાં પણ ફસાઈ હતી. ત્યારબાદ જયપુરની સ્માર્ટફોન docoss મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ 888 રૂપિયાનો સ્માર્ટફોન લોન્ચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

આજે જાણીએ કે , કેમ આ પ્રકારના સસ્તા સ્માર્ટફોન ખરીદવા ન જોઈએ અને એના ચક્કરમાં ફસાવું ન જોઈએ.

(૧) કેમ ન ખરીદવા સસ્તા સ્માર્ટફોન?

સસ્તા સ્માર્ટફોન બજારમાં લાવી આકર્ષણનું  કેન્દ્ર બનવા બધી કંપની હરીફાઈમાં છે. જે રેસમાં લોકોને નુકસાન થાય એ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. અહીં બસ પોતાના મતલબ અને ફાયદાને નજરમાં રાખીને છેતરપિંડી થાય છે. લોકો સસ્તા સ્માર્ટફોન ના ચક્કરમાં પોતાના પગ પર કુહાડી મારી પોતાનું જ નુકસાન કરી બેસે છે. સસ્તા સ્માર્ટફોન નુક્સાનદાયક નીવડે છે આવા ફોનની ક્વોલિટી સારી હોતી નથી. ખરાબ અસર પણ થાય છે અને હાલત પણ ખરાબ થઈ શકે છે . એક પ્રકારનું જીવનું જોખમ સાથે રહે છે. જેમ કે. બેટરીનું ફાટવું, અચાનક ફોન નું બંધ થઈ જવું , વારેવારે હેંગ થવું, કિંમતી ડેટા ડીલીટ થઈ જવા વગેરે…

(૨) જુના અને સસ્તા હાર્ડવેર પાર્ટ

Image result for hardware part in phone

સસ્તા સ્માર્ટફોનવાળી કંપનીઓ પોતાના ફોનમાં બોગસ અને અત્યંત ઓછી કિંમતવાળા હાર્ડવેરનો ઉપયોગ કરે છે એટલું જ નહીં, તેના ઘણા પાર્ટ આઉટડેટેડ થઈ ગયા  હોય છે, જે પછી માર્કેટમાં મળવા મુશ્કેલ થઈ જાય છે. આ કારણે અત્યંત સસ્તા ફોનના ચક્કરમાં ફસાઈ ફોનની ક્વોલિટી સાથે કરાર કરવો ફાયદાનો સોદો નથી. એક વાર ફોન ખરાબ થઈ જાય પછી એના પાર્ટ મળવા મુશ્કેલ છે એટલે પછી ફોન ફેંકવાનો જ રસ્તો બચે છે.

(૩) સસ્તા સ્માર્ટફોનમાં છેતરપિંડીની શકયતા વધારે હોય

Image result for smartphones

જે કિંમતમાં એક સ્માર્ટફોનની બેટરી કે ચાર્જર ખરીદવું મુશ્કેલ હોય છે  એ કિંમતમાં મોબાઈલ મળવો ચોંકાવનારી વાત છે આટલી ઓછી કિંમતમાં વેંચાતી પ્રોડક્ટ ક્વોલિટીનો અંદાજ તમે લગાવી જ શકો છો. આ કારણે આવા સસ્તા સ્માર્ટફોન પાછળ પૈસાની બરબાદી કરવી નહીં.

(૪) કોઈ વોરંટી નથી

Image result for no warranty

સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સારી કંપનીનો સ્માર્ટફોન ખરીદતા હોઈએ તો તે નિશ્ચિત હોય છે કે એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ખરાબી આવે તો કંપની તેને ‘ફ્રી’ માં રીપેર કરી આપશે. પરંતુ આ પ્રકારના સસ્તા સ્માર્ટફોનની કોઈ વોરંટી હોતી નથી અને તેના સર્વિસ સેન્ટર પણ નહિવત્ બરાબર જ ઘણા ઓછા હોય છે.

(૫) કોઈ અપડેટ નહીં

સ્માર્ટફોનમાં સમય-સમય પર ફીચર્સ અપડેટ થતા રહે છે. આ પ્રકારના ફોન ખરીદ્યા પછી ભૂલી જાઓ કે તમારા ડિવાઇસમાં કોઈ પ્રકારનું અપડેશન
થશે. સસ્તા સ્માર્ટફોનનું સૌથી મોટું નુકસાન આ જ છે .

(૬) સસ્તા સોફ્ટવેરનો ઉપયોગ

Image result for ios and android software

મોબાઈલ અથવા ટેકનોલોજી ડિવાઇસમાં તેના સોફ્ટવેર મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારુ સોફ્ટવેર વિક અને સસ્તું હશે તો તમારા ફોનના ડેટા ચોરવા સરળ થઈ જશે. એટલું જ નહીં તમારું સોફ્ટવેર પેચ અપડેટ થવું મુશ્કેલ થઈ જશે તેની સાથે કેમેરાની ક્વોલિટીમાં પણ બાંધછોડ કરવી પડે છે.

આમ, સસ્તા સ્માર્ટફોન ખરીદતા પહેલા આ બધી વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે . થોડું ધ્યાન તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?