શાસ્ત્રો પ્રમાણે 3 શુક્રવાર આ ઉપાય કરવાથી થશે દરિદ્રતા દૂર અને લક્ષ્મીજી થશે પ્રસન્ન

  0
  566

  કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનમાં સુખ દુઃખ આવ્યા જ કરે છે , આ સંસારમાં એવું કોઈ વ્યક્તિ નહિ હોય જેને તકલીફો ગમતી હોય , દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે એના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે જ નહિ , પણ દરેક વ્યક્તિનું જીવન હંમેશાને માટે ખુશહાલ જ રહે એ શક્ય હોતું નથી. વર્તમાન સમયમાં લોકોની જો સૌથી પહેલી કોઈ જરૂરત હોય તો એ છે પૈસા. પૈસા કમાવવા માટે માણસ શું શું ઉપાયો કરતો હોય છે. પણ ઘણી વાર એવું બને છે કે પૈસા કમાવા માટેના બધા જ પ્રયત્નો અસફળ થતા હોય છે , એવી પરિસ્થિતિમાં માણસ કાયમ એના ભાગ્યને દોષ આપે છે , અને કેટલીક વાર હતાશ પણ થઇ જાય છે પણ જો તમને જીવનમાં સફળતા મેળવવામાં હેરાનગતિ થઇ રહી છે તો એવી પરિસ્થિતિમાં પણ તમારે હાર ના માનવી જોઈએ ,તમને જણાવી દઈએ કે જ્યોતિષ વિદ્યામાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેની મદદથી તમે તમારા જીવનમાં રહેલી ઘણી તકલીફોને દૂર કરી શકો છો.

  એક વાત બધાને ખબર હશે કે માતા લક્ષ્મીજીને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને ધન આપણા જીવન માટે ઘણું જ જરૂરી હોય છે , બધા જ ધન પ્રાપ્તિ માટે ઘણી જ મહેનત કરતા હોય છે પણ તેમ છતાં જો તમારી પાસે પૈસા નથી આવતા કે પૈસા ટકતા નથી તો એનો અર્થ એવો થાય કે ધનની દેવી લક્ષ્મીજી તમારાથી નારાજ છે , માટે જ તમારે ધન પ્રાપ્તિ માટે તકલીફો સહન કરવી પડે છે , એવી સ્થિતિમાં આજે અમે આ લેખમાં તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટેના કેટલાક ઉપાયો જણાવીશું , કે જે ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૌથી અસરકારક ગણવામાં આવ્યા છે , તમે આ ઉપાયો કરીને તમારા જીવનમાં રહેલી ધનને લગતી ઘણી તકલીફોને દૂર કરી શકો છો અને આ ઉપાયો કરવાથી લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન થશે.

  માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા કરો 3 શુક્રવાર કરો આ ઉપાય :
  શાસ્ત્રોમાં માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઘણા જ ઉપાયો જણાવવામાં આવ્યા છે એમાં જણાવાયું છે કે શુક્રવારના દિવસે સૂર્યોદય થાય એ પહેલા વ્યક્તિએ ઉઠી જવું જોઈએ , પછી સ્નાન કરીને લક્ષ્મીજીની પૂજા ચાલુ કરવી જોઈએ , જો તમે માતા લક્ષ્મીજીની પૂજા કરો છો તો ઘરમાં પૂજા સ્થાને ઘી નો દીવો કરીને પછી બેસવાનું છે , એ પછી તમારે લક્ષ્મી મંત્ર ” ૐ શ્રીં શ્રેય નમઃ ” નો 108 વાર જપ કરવાનો છે.તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે તમે લક્ષ્મી મંત્રનો જાપ કરો છો તો ત્યારે તમારું બધું જ ધ્યાન પૂજા પર જ હોવું જોઈએ અને આ મંત્રનો જાપ સાચી શ્રદ્ધા અને આસ્થાથી કરવાનો છે.

  જયારે તમે લક્ષ્મી મંત્રનો 108 વાર જાપ પુરા કરી લો છો પછી ધનની દેવી લક્ષ્મીજી ને મિશ્રી અને ખીરનો ભોગ લગાવવાનો છે એ પછી તમારે 7  વર્ષથી નાની કુમારિકાઓને ઘરે બોલાવીને ભોજન કરાવવાનું છે , અને એમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એમને મિશ્રી અને ખીર ચોક્કસથી ખવડાવો. તમારે આ ઉપાય સળંગ 3 શુક્રવાર કરવાનો છે.એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આવી રીતે વિધિવિધાન પૂર્વક માતા લક્ષ્મીજીની પૂજા કરે છે તો એને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે ,એનાથી માતા લક્ષ્મીજી એ વ્યક્તિથી પ્રસન્ન રહે છે અને એના ઘરમાં એને ધનને લગતી કોઈ જ સમસ્યા હેરાન કરતી નથી , એના ઘરમાંથી દરિદ્રતા પણ દૂર થાય છે અને ખુબ જ જલ્દી એ ધનવાન બને એવી શક્યતા પણ વધે છે.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?