૧૪ વર્ષનો કિશોર બન્યો પ્રોફેસર, યુનિવર્સિટીમાં મેથ્સ ભણાવે છે

0
282

૧૪ વર્ષની ઉંમરે પહોંચેલા કિશોર શાળામાં મેથ્સની આંટીઘૂંટીનો ઉકેલ લાવવાની મથામણ કરતા હોય છે. ઘણા કિશોરને તો ૧૪ વર્ષની ઉંમરે મેથ્સ સમજતા નાકે દમ આવી જાય છે. જોકે, તે સામે એક રસપ્રદ, પણ પ્રેરણાદાયી કિસ્સો નોંધાયો છે. જેમાં માત્ર ૧૪ વર્ષનો કિશોર પ્રોફેસર બનવાની સાથે જ યુનિવર્સિટીમાં મેથ્સ ભણાવે છે. જે સમયે મેથ્સ સમજવું મુશ્કેલ સાબિત થાય છે ત્યારે યશા અસ્લે બ્રિટનની લિસેસ્ટર યુનિવર્સિટીમાં ફડફડાટ શિક્ષણ આપે છે. યશા માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ અનેક લોકોને પાછળ છોડીને ઈન્ટરવ્યૂમાં પસંદગી પામ્યો હતો.

જાણીને ચોંકી જવાય કે, ૧૪ વર્ષનો યશા બ્રિટનના સૌથી યંગ ઈન્ટેલિજન્ટ માઈન્ડ પૈકીનો એક છે. યશા બ્રિટનની લિસેસ્ટર યુનિવર્સિટીમાં ડિગ્રી હોલ્ડર છે. તે મેથ્સનું ટ્યૂશન પણ કરાવે છે. જોકે, યશા બ્રિટનના ઈતિહાસનો સૌથી નાની વયનો વિદ્યાર્થી અને પ્રોફેસર છે. યશાએ ૧૩ વર્ષની વયે જ ઘણા લોકોને પાછળ પાડીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં પસંદગી પણ પામ્યો હતો. લિસેસ્ટર સિટી કાઉન્સિલે યુનિવર્સિટીના એડમીન સ્ટાફ્ને યશા માટે સ્પેશિયલ મંજૂરી આપી હતી. કારણકે, યશા સૌથી યુવાન કર્મચારી છે. યશા અન્ય વિદ્યાર્થીઓને મેથ્સના લેક્ચરમાં મુશ્કેલી, સમસ્યા થાય છે તેમને યશા ટ્યૂશન આપે છે.

યશાનું કહેવું છે કે, “હું મારી જિંદગીનો સૌથી કિંમતી અને મૂલ્યવાન સમય પસાર કરી રહ્યો છું. મને યુનિવર્સિટીમાં જવું પસંદ છે. નવા વિદ્યાર્થીઓની મદદ કરવામાં મને ઘણી મજા આવે છે.”

યશાએ જણાવ્યું હતું કે, હવે મારે શાળાનો યુનિફોર્મ પહેરવાની જરૂર નથી. યશાને હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. યશા પોતાનો કોર્સ પૂરો કર્યા બાદ પીએચડી કરવાની તૈયારી કરી રહ્યો છે. યશાએ સ્ટેટ પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ બાદ ૨૦૧૪માં માત્ર ૧૨ વર્ષની વયે મેથ્સની ડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો હતો. મેથ્સમાં એક લેવલ સ્કોરિંગ કરનારો યશા વિશ્વનો પ્રથમ વિદ્યાર્થી છે. યશા વર્ષનો હતો ત્યારે છમાંથી બે પેપરોમાં ૧૦૦ અને ૯૯ ટકા માર્કસ મળ્યા હતા. યશાએ મેથ્સ અને સ્ટેટેસ્ટિકમાં ૯ અને ૧૦ લેવલ પાર કરી દીધું છે.

સ્રોત : ડિજિટલ ડોપ