11 મુખી હનુમાનજી ની પૂજા થી દૂર થાય છે બાધાઓ, જાણો કંઈ મૂર્તિ થી કઈ ઈચ્છા થાય છે પૂરી

0
150

હનુમાનજી એકમાત્ર એવા ભગવાન છે જે આજે પણ કલિયુગ માં ધરતી પર વાસ કરે છે. એ એટલા શક્તિશાળી અને પ્રતાપી છે એકવાર એમનું નામ લેવાથી બધી બાધાઓ અને તકલીફો દૂર થઇ જાય છે. હનુમાનજી ની જે પણ ભક્ત સાચી શ્રદ્ધા થી યાદ કરે છે એમની બધી મુશ્કેલીઓ દૂર કરી એમની મનોકામનાઓ પૂરી કરે છે. હનુમાનજી ના પોતાના જ ભિન્ન રૂપ છે અને બધા ની પૂજા કરવા નો અલગ મહત્વ છે. આજે અમે તમને હનુમાનજી ના 11 મુખ વાળી મૂર્તિ ની પૂજા થી થવા વાળા લાભ ના વિષે બતાવીશુ, જેનાથી તમારી મનોકામના પૂરી થઈ જાય.

પૂર્વમુખી

પૂર્વ ની તરફ મુખ કરેલા હનુમાન ને વાનર કહેવા માં આવે છે. એમનું તેજ કરોડો સૂર્ય સમાન હોય છે. જો ઘર માં અથવા મંદિર માં ક્યાંય પણ એમની પૂજા કરવા માં આવે તો શત્રુ તમારા થી ડરી ને ભાગી જાય. જો તમારા શત્રુ વધી રહ્યા હોય તો પૂર્વ મુખી હનુમાન ની પૂજા કરો. તમને જીત પ્રાપ્ત થશે.

પશ્ચિમમુખી

પશ્ચિમમુખ વાળા હનુમાનજી ને ગરુડ માનવા માં આવે છે. ગરુડ વાસ્તવ માં ભગવાન વિષ્ણુ નું વાહન હોય અને અજર અમર હોય છે. આવા માં જો પશ્ચિમમુખી હનુમાન ની પૂજા કરવા માં આવે તો એને અજર અમર થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે કે એની આયુષ્ય લાંબો થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

ઉત્તરામુખી

તમારી જે પણ શુભ અથવા મંગલ ઈચ્છા છે એ ઉત્તરામુખી હનુમાન ની પૂજા કરવા થી પૂરી થઈ જાય છે. ઉત્તર ની તરફ મુખ કરેલા હનુમાન ને શુક્ર માનવા માં આવે છે. તેમની પૂજા થી ધન મિલકત મળે છે. નિરોગી કાયા મળે છે, ઉંમર લાંબી થાય છે અને માન પ્રતિષ્ઠા વધે છે.

દક્ષિણામુખી હનુમાન

ભય, ચિંતા, ઘભરાહટ જેવી સમસ્યા થઈ રહી હોય તો દક્ષિણામુખી હનુમાન ની પૂજા કરો. દક્ષિણામુખી હનુમાન ને નરસિંહ માનવા માં આવે છે. દક્ષિણ દિશા ને બધા પ્રકાર ની ખરાબ અને નકારાત્મક શક્તિઓ ની દિશા માનવા માં આવે છે. પોતાના ઘર માં ઉત્તર દિશા તરફ દક્ષિણામુખ વાળા હનુમાન નો ફોટો લગાવો. તમને ડર લાગવો અથવા ભયભીત થવું જેવી સમસ્યા થી છુટકારો મળી જશે.

ઊધર્વમુખ

આ મુખ નો અર્થ છે ઘોડા જેવા હોવું. હનુમાનજી નો આ સ્વરૂપ બ્રહ્માજી ને પ્રાર્થના કરી પ્રગટ થયો હતો. હનુમાનજી ના આ મુખ નો હયગ્રીવ દૈત્ય નો સંહાર કરવા માટે જન્મ થયો હતો. આને ઘર માં લગાવવા થી અને પ્રાર્થના કરવા થી તમારા બધા બગડેલા કામ બની જશે.

પંચમુખી હનુમાન

રામાયણ માં પંચમુખી હનુમાન નું વર્ણન સાંભળવા મળે છે. જ્યારે રામ અને લક્ષ્મણ ને કેદ કરી લેવા માં આવ્યા હતા ટીપી એમને છોડાવવા માટે હનુમાનજી એ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું. આવું એટલા માટે કારણ કે અહીરાવણ એ પાંચ મુખ નો દીપક પ્રગટાવ્યો હતો જેને એક સાથે ફૂંકવા થી અહિરાવણ નો વધ થઈ જાય. એ વખતે હનુમાનજી એ પાંચ મુખ નું રૂપ ધારણ કરી એકસાથે પાંચે દીવા ને ઓલવાઈ દીધો હતો. પંચમુખી હનુમાન ની પૂજા કરવા થી બધી મંગલ કામનાઓ પૂરી થઈ જાય છે.

એકાદશી હનુમાન

રુદ્ર એટલે કે શિવ નો અગીયારમો અવતાર છે એકાદશી હનુમાન. કાલકારમુખ નામ ના ભયાનક રાક્ષસ નો અંત કરવા માટે એકાદશી હનુમાનજી નું રૂપ ધારણ કર્યું હતું. એકાદશી ના દિવસે પંચમુખી અને એકાદશી હનુમાન ની પૂજા થાય છે.

વીર હનુમાન

પરાક્રમી હનુમાન વીર અને બળ નું પ્રતીક છે. એમના આ રૂપ ની પૂજા કરવા થી વ્યક્તિ ને બલ, બુદ્ધિ, પરાક્રમ અને આત્મવિશ્વાસ મળે છે.

ભક્ત હનુમાન

ભગવાન રામ પોતાને હનુમાન વગર અધૂરા માને છે. તમને હનુમાનજી ની આ મૂર્તિ અથવા ફોટો ઘણો સરળતા થી મળી જશે કારણકે એ હંમેશા જ માતા સીતા અને પ્રભુ રામ ને પ્રણામ દેખાય છે.

દાસ હનુમાન

હનુમાન પોતાને માત્ર પ્રભુ રામ ના ભક્ત નહીં પરંતુ એમને ભગવાન રામ નો દાસ બતાવે છે. એમનાં વધારે પડતા ફોટા માં એ રામ ના ચરણો માં બેઠેલા દેખાશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?